કમલનાથે ભાજપના મહિલા ઉમેદવારને કહ્યા ‘આઈટમ’

કમલનાથે ભાજપના મહિલા ઉમેદવારને કહ્યા ‘આઈટમ’
શિવરાજસિંહે કર્યો પલટવાર
નવી દિલ્હી, તા. 18 : બિહાર વિધાનસભા ચૂંટણી વચ્ચે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સહિતના ઘણા રાજ્યોમાં પેટા ચૂંટણીનું જોર ચાલી રહ્યું છે. મધ્યપ્રદેશમાં પણ થઈ રહેલી પેટાચૂંટણી ઉપર તમામની નજર છે. પરંતુ આ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પુર્વ મુખ્યમંત્રી કમલનાથે ભાજપના મહિલા ઉમેદવાર અંગે વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીથી વિવાદ થયો હતો. મધ્યપ્રદેશના ડબરામાં કોંગ્રેસ ઉમેદવાર સુરેન્દ્ર રાજ્ય માટે પ્રચાર કરવા પહોંચેલા કમલનાથે મંચ ઉપર ભાષણ કરતા ભાજપ ઉમેદવાર ઈમરતી દેવીને આઈટમ ગણાવ્યા હતા. ઈમરતી દેવીએ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ઈમરતી દેવીને જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક માનવામાં આવે છે. કમલનાથના નિવેદન ઉપર શિવરાજ સિંહ ચૌહાણે આકરી ટિપ્પણી કરી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, કમલનાથજી, ઈમરતી દેવી એ ગરીબ ખેડૂત પુત્રી છે જેણે ગામમાં મજૂરીથી શરૂઆત કરી છે અને હવે રાષ્ટ્રનિર્માણમાં સહયોગ આપી રહી છે. કોંગ્રેસ એક મહિલા માટે આઈટમ જેવા શબ્દનો ઉપયોગ કરીને પોતાના સામંતવાદી વિચાર ઉજાગર કર્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer