‘છલાંગ’નું ટ્રેલર રીલિઝ: નુસરત ભરૂચા પ્રથમવાર ટીચરના રોલમાં

‘છલાંગ’નું ટ્રેલર રીલિઝ: નુસરત ભરૂચા પ્રથમવાર ટીચરના રોલમાં
હંસલ મહેતાના નિર્દેશનમાં બનેલી ઓફ બિટ ફિલ્મ ‘છલાંગ’નું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. જેમાં રાજકુમાર રાવ, નુસરત ભરૂચા અને મોહમ્મદ જીશાન છે. આ ટ્રેલરને લોકો પસંદ કરી રહ્યા છે. માત્ર 4 કલાકની અંદર 16 લાખથી વધારે વ્યુ મળી ચૂક્યા  હતા. ઘણા લાંબા સમય પછી કોઇ ફિલ્મના ટ્રેલરને લાઇક કરનારાની સંખ્યા ડિસલાઇક કરનારાથી વધારે છે.
મોટાભાગના યુટયુબ યુઝર્સ ‘છલાંગ’ના ટ્રેલર પર પોઝિટિવ રિવ્યુ આપી રહ્યા છે. છલાંગ ફિલ્મમાં મોન્ટુ (રાજકુમાર રાવ) એક સ્કૂલમાં શિક્ષક છે, જેના માટે નોકરી જ બધું છે. તે સ્કૂલની ટીચર નીલુ (નુસરત ભરૂચા)ને પ્રેમ કરવા લાગે છે. સ્ટોરીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે સ્કૂલમાં બીજા એક પીટી ટીચર સિંહ (મોહમ્મદ જીશાન અયુબ)ની એન્ટ્રી થાય છે, તે મોન્ટુ અને નીલુની લવ સ્ટોરીમાં વિલન બની જાય છે.
ફિલ્મના ડિરેક્ટર હંસલ મહેતા છે. લવ રંજનની સાથે અજય દેવગણ, અંકુર ગર્ગ અને ભૂષણકુમારે ફિલ્મ પ્રોડયુસ કરી છે. ફિલ્મ 13 નવેમ્બરે એમેઝોન પ્રાઇમ વીડિયો પર રીલિઝ થશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer