કંગનાના ઘરે શરણાઇ ગૂંજશે: ભાઇના લગ્ન

કંગનાના ઘરે શરણાઇ ગૂંજશે: ભાઇના લગ્ન
વારંવાર વિવાદમાં રહેતી બોલિવૂડ હિરોઇન કંગના રાણાવતના ઘરે શરણાઇ ગુંજશે. તેના ભાઇની આવતા મહિને શાદી છે. જેની વિધિઓ શરૂ થઇ ચૂકી છે. મનાલીમાં કંગનાના ભાઇ અક્ષતના લગ્ન થશે. કંગનાએ આજે સોશિયલ મીડિયા પર લગ્ન પૂર્વેની એક પરંપરાગત વિધિનો વીડિયો શેર કર્યોં છે. કંગનાએ સાથે લખ્યું છે કે મારા ભાઇ અક્ષતના લગ્ન થશે. આપ સહુને મનાલી આવવાનું આમંત્રણ છે. અક્ષત ઋતૂ સંગવાન નામની યુવતી સાથે નવેમ્બરમાં લગ્ન કરવાનો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer