‘બધાઈ હો’ની સિક્વલ ‘બધાઈ દો’માં રાજકુમાર અને ભૂમિની જોડી

‘બધાઈ હો’ની સિક્વલ ‘બધાઈ દો’માં રાજકુમાર અને ભૂમિની જોડી
બે વર્ષ પહેલા નેશનલ એવોર્ડ જીતનાર સુપરહિટ ફિલ્મ ‘બધાઈ હો’ની સિક્વલ બનશે. જેનું નામ ‘બધાઈ દો’ હશે જેમાં રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર પહેલી જ વાર સાથે કામ કરશે. આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરીથી શરૂ થશે.
ફિલ્મમાં રાજકુમાર રાવ દિલ્હી પોલીસના પાત્ર જોવા મળશે. મહિલા પોલીસ સ્ટેશનમાં રાજકુમાર રાવ એક માત્ર પુરુષ છે. ભૂમિ પેડનકેર સ્કૂલમાં પીટી ટીચરના રોલમાં હશે. ‘બધાઈ દો’ને ‘બધાઈ હો’ના રાઇટર અક્ષત તથા સુમન અધિકારીએ લખી છે. ફિલ્મને હર્ષવર્ધન કુલકર્ણી ડિરેક્ટ કરશે. ‘બધાઈ હો’ને અમિત શર્માએ ડિરેક્ટ કરી હતી. ભૂમિ પેડનેકરે ‘દમ લગાકર હઇશા’ તથા ‘પતિ પત્ની ઔર વો’માં ટીચરનો રોલ પ્લે કરી ચૂકી છે. હવે તે ‘બધાઇ દો’માં પણ ટીચરના રોલમાં જોવા મળશે. ભૂમિએ કહ્યું હતું, ‘મેં મારી અગાઉની ફિલ્મમાં વિવિધ રોલ પ્લે કર્યા છે. ‘બધાઈ દો’નો રોલ મારા માટે ખરા અર્થમાં સ્પેશિયલ છે. હું પહેલી જ વાર રાજકુમાર રાવ સાથે કામ કરવાની છું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer