અઝખમાંથી રૂ.5000થી વધુ રકમ ઉપાડવાનો ચાર્જ લાગશે!

અઝખમાંથી રૂ.5000થી વધુ રકમ ઉપાડવાનો ચાર્જ લાગશે!
છઇઈં સમિતિએ ભલામણો સોંપી: 8 વર્ષ બાદ શુલ્કમાં કરાશે બદલાવ
નવી દિલ્હી, તા.18: નાણાં ઉપાડવા માટે એટીએમનો બહોળો ઉપયોગ કરનારાઓને ટૂંક સમયમાં જોરદાર ઝટકો લાગી શકે છે. આગામી સમયમાં એટીએમમાંથી પ000થી વધુ રકમ ઉપાડવા પર વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે. જે નિ:શુલ્ક પ ટ્રાન્ઝેકશનમાં સામેલ નહીં હોય. તે માટે અલગથી ચાર્જ ચૂકવવો પડશે.
અહેવાલ મુજબ એકવારમાં પ000થી વધુ રકમ ઉપાડવા પર ગ્રાહકે રૂ.ર4 સુધીનો ચાંદલો કરવો પડી શકે છે. વર્તમાન સમયમાં એટીએમના ઉપયોગમાં પ ટ્રાન્ઝેકશન નિ:શુલ્ક છે. ત્યાર બાદ જો એક મહિનાના સમયગાળામાં પથી વધુ ટ્રાન્ઝેકશન કરવામાં આવે તો પ્રત્યેક ટ્રાન્ઝેકશન દીઠ રૂ.ર0 ચૂકવવા પડે છે. એટીએમ શુલ્કની સમીક્ષા માટે ઘડવામાં આવેલી આરબીઆઈની સમિતિએ પોતાની ભલામણો સોંપી દીધી છે. જેના આધારે 8 વર્ષ બાદ એટીએમ ટ્રાન્ઝેકશનના શુલ્કમાં બદલાવ કરવામાં આવી શકે છે. મધ્યપ્રદેશના એસએલબીસી સમન્વયક એસડી માહુરકરના મતે 10 લાખથી ઓછી વસતીવાળા શહેરોમાં એટીએમથી લેણદેણ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. અહીં મોટાભાગના લોકો નાની રકમ ઉપાડે છે. એટલે સમિતિએ નાના ટ્રાન્ઝેકશનને ફ્રી રાખ્યા છે. નાના શહેરોમાં ગ્રાહકેને દર મહિને એટીએમમાંથી 6 વખત નાણાં ઉપાડવાની છૂટ આપવામાં આવશે જે હાલ પ વખત છે. મુંબઈ, દિલ્હી, બેંગ્લુરૂ જેવા મહાનગરોમાં એક માસમાં 3 વખત છૂટ છે ત્યાર બાદ ટ્રાન્ઝેકશન પર ચાર્જ વસૂલવામાં આવે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer