ધવનના કેચ પડતા મૂકવા મોંઘા પડયા: ધોની

ધવનના કેચ પડતા મૂકવા મોંઘા પડયા: ધોની
શારજાહ, તા.18: ચેન્નાઇ સુપર કિંગ્સના કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ શનિવારના મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે મળેલી હારનું કારણ સદીવીર શિખર ધવનના કેચ પડતા મૂકવા બતાવ્યું હતું. ધવને પ8 દડામાં અણનમ 101 રન કર્યાં હતા. આથી દિલ્હીએ આખરી ઓવરમાં ચેન્નાઇને પ વિકેટે હાર આપી હતી.
ધોનીએ મેચ બાદ કહ્યંy કે ઇજાને લીધે ડવેન બ્રાવો મેદાન બહાર હતો, આથી આખરી ઓવર રવીન્દ્ર જાડેજા પાસે કરવવાનો નિર્ણય લીધો હતો. બ્રાવો વાપસી કરવાની સ્થિતિમાં ન હતો. જાડેજા અને કર્ણ શર્મા બે વિકલ્પ હતા. મેં જાડેજાને પસંદ કર્યોં.
ધોનીએ જણાવ્યું શિખરની વિકેટ મહત્ત્વની હતી, પણ અમે તેના એકથી વધુ કેચ પડતા મૂકયા. બીજી ઇનિંગમાં વિકેટ પણ થોડી આસાન હતી. જો કે અમે શિખર ધવનનું શ્રેય લઇ શકીએ નહીં. તેની ઇનિંગ શાનદાર હતી. અમારી ટીમે 10થી 1પ રન ઓછા કર્યાં. જે અંતમાં ભારે પડયા.
 
શિખરે ખાસ રેકોર્ડ બનાવ્યો
શિખર ધવને શનિવારે ચેન્નાઇ સામેના મેચ દરમિયાન આઇપીએલની તેની પહેલી સદી (અણનમ 101 રન) ફટકારી હતી. આ સદી સાથે ધવને એક ખાસ રેકોર્ડ તેના નામે કર્યોં છે. તે આઇપીએલ ઇતિહાસનો સૌથી વધુ ઇનિંગ રમ્યા બાદ સદી કરનારો ખેલાડી બની ગયો છે. ધવને 167મી ઇનિંગમાં પહેલી સદી કરી છે. આ રેકોર્ડ પહેલા વિરાટ કોહલીના નામે હતો. કોહલીએ 120મી ઇનિંગમાં તેની આઇપીએલની પહેલી સદી કરી હતી. અંબાતિ રાયડૂએ 119 અને સુરેશ રૈનાએ 88મી ઇનિંગમાં સદી કરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer