બેંગ્લોર સામેની હાર પચાવવી મુશ્કેલ: સ્મિથ

બેંગ્લોર સામેની હાર પચાવવી મુશ્કેલ: સ્મિથ
દુબઇ, તા.18: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરૂધ્ધ અંતિમ ઓવરમાં હાર સહન કરનાર રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સ્ટીવન સ્મિથે સ્વીકાર્યું કે આ હાર પચાવવી મુશ્કેલ છે. આ મેચમાં આરસીબી તરફથી એબી ડિ’વિલિયર્સે 22 દડમાં આતશી અને અણનમ પપ રનની ઇનિંગ રમીને પાસા પલટાવ્યા હતા. તેણે 19મી ઓવરમાં જયદેવ ઉનડકટની ધોલાઇ કરીને સતત ત્રણ છક્કા ફટકાર્યાં હતા. સ્મિથે કહ્યંy કોહલીની વિકેટ બાદ અમે જીતની સ્થિતિમાં હતા. મારું માનવું હતું કે ધીમી વિકેટ પર આ સ્કોર (177) સારો હતો, પણ બેંગ્લોરને જીત અપાવવા માટે ડિ’વિલિયર્સે વિશેષ ઇનિંગ રમી. તેના માટે કોઇ બાઉન્ડ્રી મોટી હોતી નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer