જાડેજાને આખરી ઓવર આપવાના ધોનીના નિર્ણયનો ફ્લેમિંગે બચાવ કર્યોં

જાડેજાને આખરી ઓવર આપવાના ધોનીના નિર્ણયનો ફ્લેમિંગે બચાવ કર્યોં
શારજાહ, તા.18: સીએસકેના હેડ કોચ સ્ટીફન ફલેમિંગે કહ્યંy છે તેમની ટીમનો મુખ્ય કેરેબિયન ઓલરાઉન્ડર ડવેન બ્રાવો સ્નાયૂ ખેંચાઇ જવાની ઇજાને લીધે લગભગ 10 દિવસ સુધી રમી શકશે નહીં. બ્રાવો શનિવારના મેચમાં દિલ્હી સામે આખરી ઓવર ફેંકી શકયો ન હતો. ફલેમિંગે કહ્યંy આથી તે વાપસી કરી શકે તેમ ન હતો. તેની ઇજા થોડી ગંભીર છે.
રવીન્દ્ર જાડેજાને આખરી ઓવર આપવાના સુકાની ધોનીના નિર્ણયનો બચાવ કરતા કોચ ફલેમિંગે કહ્યંy કે બ્રાવો ઉપલબ્ધ ન હતો. જાડેજા ડેથ ઓવરની યોજનામાં ન હતો. આમ છતાં અને તેને અનુભવને આધારે આખરી ઓવર કરાવવા પર ફેંસલો લીધો હતો. અમારી પાસે બીજો કોઇ વિકલ્પ ન હતો. અમે શિખર ધવનને કેટલાક જીવતદાન આપ્યા. જે પણ મોંઘા પડયા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer