બોગસ પોલીસી વેચવાના કૌભાડમાં 13 વર્ષથી ફરાર એજન્ટ ઝડપાયો

બોગસ પોલીસી વેચવાના કૌભાડમાં 13 વર્ષથી ફરાર એજન્ટ ઝડપાયો
રાજકોટમાં સરનામુ બદલીને રહેતો’તો
રાજકોટ.તા.17 : ભકિતનગર પોલીસ મથકમાં 13 વર્ષ પહેલા બજાજ એલીયાન્ઝ કંપનીની બોગસ પોલીસી બનાવી વેચવાના કૌભાડ સંદર્ભે ગુનો નોંધવામાં આવ્યો હતો.આ પ્રકરણમાં પોલીસે જે તે સમયે વિરાટ નગરમાં રહેતા કમલેશ ઈશ્વર સોલંકી નામના શખસની ધરપકડ કરી હતી.જયારે એજન્ટ અંકુર મહેતા ફરાર થઈ ગયો હતો.
દરમિયાન એરપોર્ટ ફાટક પાસે રાજકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતો અંકુર નવીન મહેતા નામનો વણીક શખસ રાજકોટમાં વર્ષોથી સરનામુ બદલીને રહેતો હોય અને રૈયારોડ પરની  ખોડીયાર હોટલ પાસે હોવાની બાતમીના આધારે પોલીસે અંકુર નવીન મહેતા નામના વણીક એજન્ટને ઝડપી લીધો હતો.
પોલીસની પ્રાથમીક તપાસમાં અંકુર મહેતા થોડા વર્ષ મુંબઈ સ્થાયી થયો હતો. અને ઘણા સમયથી રાજકોટ આવી  સરનામા બદલીને રહેતો હતો. અગાઉ પકડાયેલા કમલેશ સોલંકી પાસેથી બોગસ પોલીસી લઈને વેચવાનું કામ કરતો હતો. આ પ્રકરણમાં ત્રીજો શખસ પણ હજુ ફરાર હોય પોલીસે શોધખોળ શરુ કરી હતી. અને અંકુર મહેતાને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer