જામજોધપુરમાં નવપરિણીતાનું રહસ્યમય મૃત્યુ: પતિ સાથે ઝઘડા બાદ ઘર છોડયું હતું

જામનગર, તા.17 (ફૂલછાબ ન્યૂઝ) : જામજોધપુરમાં માકડિયાવાળી શેરી નં.2માં રહેતી પ્રિયંકાબેન જયકુમાર સંતોકી (ઉ.19) એ 15મી તારીખે પોતાનું ઘર છોડયું હતું. ત્યારપછી આજે સવારે બાજુમાં આવેલી એક વાડીમાંથી તેની લાશ મળી આવી હતી. લાશનું પોસ્ટ મોર્ટમ કરાવાયુ હતું. પ્રાથમિક રિપોર્ટમાં તેણે ઝેરી દવા પી લીધી હોવાનું અનુમાન કરાયું છે.
પોલીસની પૂછપરછ દરમિયાન પ્રિયંકાબેનના લગ્ન 20મી ઓગસ્ટે જય ભરતકુમાર સંતોકી સાથે થયા હતા. 13મી તારીખે પોતાના મોબાઈલમાં ચેટિંગ કરી રહી હતી. તે દરમિયાન તેનો પતિ આવી ગયો હતો અને પતિએ મોબાઈલમાં ચેક કરતાં અન્ય યુવક સાથે ચેટિંગ થતી હોવાનું ધ્યાનમાં આવ્યું હોવાથી મોબાઈલ ફોન આંચકી લીધો હતો. ત્યારપછી 15મી તારીખે ઘર છોડીને ચાલી ગઈ હતી અને આજે સવારે તેની લાશ મળી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer