બિલ્ડર-પોલીસમેન-કોર્પોરેટર સહિત પાંચ 12 દી’ના રિમાન્ડ પર

બિલ્ડર-પોલીસમેન-કોર્પોરેટર સહિત પાંચ 12 દી’ના રિમાન્ડ પર
અન્ય ત્રણ આરોપી નવ દિવસના રિમાન્ડ પર: ભૂમાફિયાના વકીલ સહિત ચાર શખસની શોધખોળ
(ફૂલછાબ ન્યુઝ)
જામનગર, તા.17 : જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલને મદદગારી કરવાની બાબતનો પર્દાફાશ થતા પોલીસે બિલ્ડર-કોર્પોરેટર એલસીબીના પૂર્વ પોલીસ કર્મચારી સહિતના 14 શખસો વિરુધ્ધ નવા બનાવાયેલા ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી અને રાજકોટની સ્પે. કોર્ટમાં  રિમાન્ડ અર્થે રજુ કરવામાં આવતા અદાલતે બિલ્ડર, કોર્પેરેટર સહિત પાંચ શખસોને 1ર દિવસના રિમાન્ડ પર અને અન્ય ત્રણ શખસોને નવ દિવસના રિમાન્ડ પર લેવા હુકમ કર્યે હતો. જયારે આ પ્રકરણમાં ભૂમાફીયા જયેશ પટેલના વકીલ સહિત ચાર શખસોના નામ ખુલતા શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, જામનગરના ભૂમાફીયા જયેશ પટેલની ગેંગમાં કામ કરતા જામનગરના બિલ્ડર નિલેષ મનસુખલાલ ટોલીયા, ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરી, એલસીબીના પૂર્વ એએસઆઈ વશરામ આહીર, બિલ્ડર મુકેશ અભંગી, અખબારના મેનેજર પ્રવિણ ચોવટીયા, પ્રફુલ પોપટ, અનીલ મનજી પરમાર અને જીગર ઉર્ફે જીમી પ્રવિણચંદ્ર આડતીયા સહાિuતના 14 શખસો વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી અને વધુ તપાસ અર્થે રાજકોટની સ્પે.કોર્ટમાં રિમાન્ડ અર્થે રજુ કરવામાં આવ્યા હતા.
રાજકોટ કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે બિલ્ડર નીલેષ ટોલીયા, કોર્પોરેટર અતુલ ભંડેરી, પોલીસ કર્મચારી વશરામ આહીર, પ્રવિણ ચોવટીયા, અનીલ પરમાર સહિતનાના 1ર દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા અને અન્ય ત્રણ આરોપીઓ પ્રફુલ પોપટ, મુકેશ અભંગી અને જીગર આડતીયાને નવ દિવસના રિમાન્ડ પર લેવા હુકમ કર્યો હતો. જામનગર એલસીબીના ટાફે ચુસ્ત બંદોબસ્ત સાથે ભૂમાફીયા જયેશ પટેલની ગેંગના સાગરીતોને જામનગર પરત લઈ આવી સમગ્ર પ્રકરણના અંકોડા મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યે હતો.
દરમિયાન એલસીબીની તપાસમાં ભૂમાફીયા જયેશ પટેલને કેસો લડવામાં  મદદગારી કરનાર વકીલ વસંત લીલાધર માનસતા હોવાનું ખુલ્યું હતું તેમજ જામનગરમાં અમૃત-કોલોનીમા રહેતો સુનીલ ગોકલદાસ ચાંગાણી,અને અગાઉ પકડાયેલા મુકેશ વલ્લભ અભંગીનો ભાઈ રમેશ વલ્લભ અભંગી તેમજ જામનગર જેલમાં રહેલા જશપાલસિંહ જાડેજાનો ભાઈ યશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજાનું પણ નામ ખુલતા પોલીસે ચારેયની શોધખોળ શરૂ કરી હતી. મુખ્ય સૂત્રધાર ભૂમાફીયા જયેશ ઉર્ફે જયસુખ મુળજી રાણપરીયા હાલ વિદેશ ફરાર થઈ ગયો  છે. તેને પરત લાવવા માટેથી પોલીસે કમર કસી છે. પોલીસે હાલમાં રિમાન્ડ પર રહેલા આઠેય શખસોના ઘેર તથા ઓફિસ-દુકાન સહિતના અનેક આશ્રય સ્થાનો પર તપાસ હાથ ધરી  છે. જો કે પોલીસ દ્વારા કેટલાક દસ્તાવેજો સહિતનું સાહિત્ય કબજે કર્યું હોય પરંતુ પોલીસે તપાસ ચાલુ હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું.
કોર્પોરેટર અતુલ ભંડેરીને સસ્પેન્ડ કયારે કરાશે
જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલની ગેંગના સાગરીત અને હાલમાં રિમાન્ડ પર રહેલા ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરીને ભાજપ કયારે સસ્પેન્ડ કરશે તે મામલે અનેક તર્કવિતકો થઈ રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer