અર્મેનિયા-અજરબૈજાન યુદ્ધમાં સામાન્ય નાગરિકો નિશાના પર

અર્મેનિયા-અજરબૈજાન યુદ્ધમાં સામાન્ય નાગરિકો નિશાના પર
બાકૂ તા.17: 4400 વર્ગ કિ.મી.ના એક વિસ્તાર પર કબ્જા માટે અર્મેનિયા અને અજરબૈજાન વચ્ચે છેડાયેલા યુદ્ધમાં હવે સામાન્ય નાગરિકોને નિશાન બનાવી હુમલા કરાઈ રહ્યા છે. અજરબૈજાને અગાઉ રહેણાંક વિસ્તારમાં હુમલો કર્યા બાદ અર્મેનિયાએ વળતો જવાબ આપવાની ધમકી પાળી બતાવી હતી.
અર્મેનિયાના સૈન્ય થાણાઓ ઉપર અજરબૈજાને બુધવારે હુમલો કર્યા બાદ અર્મેનિયાએ કરેલા હુમલામાં પોતાના 1ર સામાન્ય નાગરિકોના મૃત્યુ થયાનું અને 40થી વધુ ઈજાગ્રસ્ત થયાનું અજરબૈજાને જાહેર કર્યુ છે. અજરબૈજાનના પ્રવકતાએ કહયું કે અર્મેનિયાની સેનાએ 3.30 લાખની વસતીવાળા ગાંજા શહેરના ગીચ વિસ્તારમાં બે રોકેટ છોડયા હતા.
બે નાના એવા દેશ વચ્ચે છેડાયેલા યુદ્ધમાં પરોક્ષ રીતે મોટા દેશો આગમાં ઘી નાંખવાનું કામ કરી રહ્યા હોય તેમ પોતાના તરફી દેશોને સત્ર-સરંજામ આપી રહ્યાનું સામે આવ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer