ગુગલે સચિનની પુત્રી સારાને શુભમન ગિલની પત્ની દર્શાવી

ગુગલે સચિનની પુત્રી સારાને  શુભમન ગિલની પત્ની દર્શાવી
નવી દિલ્હી, તા.17:  કોલકાતા નાઇટ રાઇડર્સના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ હાલ યુએઇમાં થઇ રહેલા આઇપીએલમાં ચોગ્ગા અને છગ્ગાની વરસાદ કરી રહી છે. જેના કારણે તેમની ચર્ચા પણ ચારે બાજુ ચાલી રહી છે. જો કે ક્રિકેટ સિવાય હાલ તે પોતાના વ્યક્તિગત જીવનના કારણે પણ ચર્ચાનો વિષય બન્યો છે. ગત થોડા સમયથી તેવી ખબર આવી રહી છે કે કેકેઆરના યુવા સ્ટાર ભારતીય દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરની પુત્રી સારા તેડુંલકરને ડેટ કરી રહ્યા છે. જો કે આ વાતની કોઇ પુષ્ટી નથી થઇ પણ ગુગલે સારાને શુભમનની પત્ની બનાવી દીધી છે. શુભન ગિલના લગ્ન હજી સુધી નથી થયા. પણ જ્યારે તમે ગૂગલ પર તેમની પત્નીને વિષે સર્ચ કરવા જાવ છો તો સારા તેંડુલકરનું નામ આવે છે. જે વાતમાં ખરેખરમાં કોઇ સચ્ચાઇ નથી. જો કે આ ગૂગલની ઓટોમેટેડ સિસ્ટમના કારણે થઇ રહ્યું છે. સારા અને શુભમન ગિલના અફેરની ચર્ચાઓ ખૂબ જ જોરશોરથી થઇ હતી. અને ગૂગલે હવે શુભમન ગિલની પત્નીના નામના સર્ચ કરવા પર સારાનું નામ નજરે પડે છે. આ વાત તમે પણ ગૂગલ પર તપાસી શકો છો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer