શરૂઆતી મેચમાં ગેલને બહાર રાખવા ઉપર સચિન હેરાન

શરૂઆતી મેચમાં ગેલને બહાર રાખવા ઉપર સચિન હેરાન
દુબઈ, તા. 17 : દિગ્ગજ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરે આઈપીએલના શરૂઆતી મેચમાં વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલને બહાર
રાખવા માટેના કિંગ્સ ઈલેવન પંજાબના નિર્ણય ઉપર હેરાની વ્યક્ત કરી હતી. ગેલ શરૂઆતી મેચમાં પંજાબની ટીમમાં સામેલ નહોતો. ત્યારબાદ આરસીબી સામેના મેચમાં વાપસી થઈ હતી અને અર્ધસદીની મદદથી ટીમની જીત અપાવી હતી. ગેલે મેચમાં 45 બોલમાં 53 રનની ઈનિંગ રમી હતી. તેંડુલકરે ટ્વિટર ઉપર કહ્યું હતું કે, ક્રિસ ગેલની વાપસી જોઈને સારુ લાગ્યું અને તેણે શાનદાર 53 રન કર્યા છે. આ સાથે એમ પણ કહ્યું હતું કે, તે હેરાન છે કે આટલા  સમય સુધી કિંગ્સ ઈલેવન પંજાબે ગેલને બહાર કેમ રાખ્યો.ગેલે પોતાની અર્ધસદી બાદ કેમેરા સામે બેટ બતાવ્યું હતું. જેના ઉપર ધ બોસ લખેલું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer