રોહન જેટલી બન્યા DDCA અધ્યક્ષ

રોહન જેટલી બન્યા DDCA અધ્યક્ષ
નવી દિલ્હી, તા. 17: પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના પુત્ર રોહન જેટલી દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘના નિર્વિરોધ અધ્યક્ષ ચૂંટાયા છે. તે 30 જુન 2021 સુધી આ પદ ઉપર યથાવત્ રહેશે. બાકીના પાંચ પદાધિકારીઓ માટે ચૂંટણી 5,6 અને 8 નવેમ્બરના રોજ થશે તેમજ 9 નવેમ્બરના રોજ પરિણામ ઘોષિત કરવામાં આવશે.  ઉલ્લેખનીય છે કે ડીડીસીએનું અધ્યક્ષ પદ ગયા વર્ષના નવેમ્બર મહિનાથી ખાલી હતું. ઉમેદવારી બાદ રોહને કહ્યું હતું કે, દિલ્હી ક્રિકેટ માટે કામ કરવા ઈચ્છે છે અને દરેક પાસે આ જ આશા છે. રોહને એમ પણ
કહ્યું હતું કે, તેને મુકાબલાથી કોઈ પરેશાની નથી. આ લોકતાંત્રિક પ્રક્રિયા માટે યોગ્ય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer