ઇ કંપનીઓએ કર્યો કાનૂન ભંગ, નોટિસ

ઇ કંપનીઓએ કર્યો કાનૂન ભંગ, નોટિસ
નવી દિલ્હી, તા.17: કેન્દ્ર સરકારે ફ્લિપકાર્ટ, એમેઝોન તથા અન્ય ઇ-વાણિજ્ય કંપનીઓને નોટિસ જારી કરી છે. આ કંપનીઓ દ્વારા વેંચવામાં આવતા સામાન પર તેનો ઉત્પાદક દેશ તથા અન્ય જરૂરી માહિતી ન આપવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે.
ગ્રાહક, વપરાશકાર તથા ખાધ અને વિતરણ બાબત મંત્રાલયના વિભાગે ટોચની ઇ-વાણિજ્ય કંપનીઓને નોટિસ પાઠવી 1પ દિવસમાં જવાબ માગ્યો છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે એવું જાણવા મળ્યું છે કે પોતાના ડિજિટલ મંચથી વેંચવામાં આવતાં ઉત્પાદનો પર જરૂરી માહિતી આપવામાં આવતી નથી. જે ખરેખર લીગલ મેટ્રોલોજી (પેક્ડ કોમોડિટી) રૂલ્સ,ર011 હેઠળ જરૂરી છે.
ફ્લિપકાર્ટ ઇન્ડિયા પ્રા.લી. અને એમેઝોન ડેવલોપમેન્ટ સેન્ટર ઇન્ડિયા પ્રા.લી.ને મોકલવામાં આવેલી નોટિસ મુજબ તે ઇ-વાણિજ્યક એકમો છે એટલે એ બાબત સુનિશ્ચિત કરવી છે કે ઇ વાણિજયક ડીલ માટે ઉપયોગ થનારા ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક નેટવર્ક પર તમામ માહિતી આપવામાં આવે. નોટિસ અનુસાર બન્ને કંપનીએ જરૂરી માહિતી ન આપી કાયદાનો ભંગ કર્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer