વૈશ્વિક ભૂખમરા ભાવાંકમાં ભારત ગંભીર શ્રેણીમાં

વૈશ્વિક ભૂખમરા ભાવાંકમાં ભારત ગંભીર શ્રેણીમાં
ભારતનો ગરીબ ભૂખ્યો, સરકાર ‘િમત્રો’ના ગજવા ભરે છે : રાહુલ ગાંધી
નવી દિલ્હી, તા . 17  :  ભારત ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં 107 દેશોમાંથી ભારત 94મા ક્રમે છે અને તે ‘ગંભીર’ ભૂખની શ્રેણીમાં આવે છે. નિષ્ણાતોએ આ નીચા  રેન્કિંગ માટે ખરાબ અમલીકરણ અને અસરકારક દેખરેખનો અભાવ અને મોટા રાજ્યો દ્વારા કુપોષણ અને નબળા પ્રદર્શનને દૂર કરવા માટે મૌન અભિગમ જેવા કારણોને દોષી ઠેરવ્યા છે.  ગયા વર્ષે 117 દેશોમાં ભારતનો ક્રમ 102 હતો. પાડોશી બાંગ્લાદેશ, મ્યાનમાર અને પાકિસ્તાન પણ ‘ગંભીર’ શ્રેણીમાં છે, પરંતુ આ વર્ષના ભૂખ સૂચકાંકમાં ભારત કરતાં વધારે ક્રમે છે. બાંગ્લાદેશ 75મા, મ્યાનમાર અને પાકિસ્તાન 78મા અને 88મા સ્થાને છે.
રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે નેપાળ 73મા અને શ્રીલંકા 64મા સ્થાને છે. ચીન, બેલારુસ, યુક્રેન, તુર્કી, ક્યુબા અને કુવૈત સહિત સત્તર દેશોએ જીએચઆઈનાં ઓછા સ્કોરવાળા ટોચના ક્રમવાળા દેશોની જાહેરાત કરી હતી.  ગ્લોબલ હંગર ઈન્ડેક્સ કુપોષણ પર નજર રાખે છે.
અહેવાલ મુજબ, ભારતની 14 ટકા વસ્તી કુપોષિત છે. એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે, પાંચ વર્ષથી ઓછી વયના બાળકોમાં સ્ટાંટિંગ રેટ 37.4 ટકા અને વેસ્ટિંગ રેટ 17.3 ટકા નોંધાયો છે. પાંચ વર્ષ સુધીના બાળકોમાં મૃત્યુ દર 3.7 ટકા હતો.
વેસ્ટિંગ રેટ એ  બાળકો માટે હોય છે,જેઓની ઊંચાઇની સરખામણીએ  ઓછા વજનવાળા હોય છે, જે તીવ્ર કુપોષણ સૂચવે છે.
1991થી 2014 સુધીના બાંગ્લાદેશ, ભારત, નેપાળ અને પાકિસ્તાનના આંકડા દર્શાવે છે કે સ્ટાંટિંગ બાળકોમાં આહારની વિવિધતા, માતૃત્વ શિક્ષણનું સ્તર ઓછું હોવું, અને ઘરેલુ ગરીબી સહિતના અનેક પ્રકારનાં અભાવ દર્શાવે છે. 
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વૈશ્વિક હંગર ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિ બદલ સરકાર પર નિશાન સાધ્યું છે.   તેમણે સરકાર પર તેના કેટલાક ખાસ ‘િમત્રો’ના ખિસ્સા ભરવાનો આરોપ લગાવ્યો છે.
રાહુલ ગાંધીએ શનિવારે પોતાના ટ્વિટમાં લખ્યું કે, ‘ભારતનો ગરીબ ભૂખ્યો છે કારણ કે સરકાર ફક્ત કેટલાક ખાસ ‘િમત્રો’ના ખિસ્સા ભરી રહી છે.
હકીકતમાં, જ્યાં સુધી ભૂખમરા અને કુપોષણની વાત છે, ભારત તેના ઘણા નાના પડોશી દેશો નેપાળ, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી પાછળ છે. 107 દેશોની આ યાદીમાં ભારત 94મા ક્રમે છે. હેવાલ  અનુસાર, ભારત ભૂખમરાના આવા સ્તરનો સામનો કરી રહ્યું છે, જેને ગંભીર માનવામાં આવે છે. વર્ષ 2014માં જીએચઆઈમાં  55મા ક્રમે હતો, અને  2019માં  તેનો ક્રમ 102 હતો. જો કે, સૂચિમાં નોંધાયેલા દેશોની સંખ્યા દર વર્ષે વધ-ઘટ  રહી છે. વર્ષ 2014માં ભારત 76 દેશોની યાદીમાં 55મા ક્રમે હતું. વર્ષ 2017માં, તે 119 દેશોની સૂચિમાં 100માં ક્રમે હતો અને વર્ષ 2018માં તે 119 દેશોની સૂચિમાં 103મા ક્રમે હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer