હીરાસર એરપોર્ટ ખાતે નવું પોલીસ મથક બનાવાશે

1 પીઆઈ સહિત 7પ સ્ટાફની નિમણૂક કરાશે
રાજકોટ, તા.17 : કુવાડવા હાઈવે પરના હીરાસર પાસે ઈન્ટરનેશનલ એરપોર્ટ નિર્માણ પામી રહ્યું છે ત્યાં સરકાર દ્વારા નવા એરપોર્ટ પોલીસ સ્ટેશનની દરખાસ્ત મંજૂર કરવામાં આવતા આગામી દિવસોમાં પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે અને આ પોલીસ મથકમાં એક પીઆઈ, ર ફોજદાર સહિત 7પ સ્ટાફની નિમણૂક કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટના કુવાડવા હાઈવે પરના હીરાસર પાસે ઈન્ટરનેશનલ એરપોર્ટ ફાળવવામાં આવ્યું છે. હાલમાં એરપોર્ટનું નિમાર્ણનું કામ ચાલી રહ્યું છે. આ વિસ્તાર કુવાડવા પોલીસ મથક હેઠળ આવે છે. કુવાડવા રોડ પોલીસ મથક હેઠળ મોટાભાગનો ગ્રામ્ય વિસ્તાર આવેલ છે અને તેના તાબા હેઠળ પ6 ગામો  આવે ંછે. પરંતુ એરપોર્ટ પર નવુ પોલીસ મથક બનાવવા માટેથી પોલીસ કમીશનર મનોજ અગ્રવાલે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલી હતી. જે દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. સરકારની મંજૂરી મળતા હવે હદ વિસ્તારનું વિભાજન થશે. જેથી બેટી, રામપર, હીરાસર, મેસવડા, પારેવાડા, બેડલા, સાતડા, વાકવડ, જીયાણા, સૂર્યારામપરા, ખેરવા, બારવણ, કુચિયાદડ, જીવાપર, ગુંદાળા, બામણબોર, નવાગામ અને ગારીડા ગામનો એરપોર્ટ પોલીસ મથકમાં સમાવેશ કરવામાં આવશે.
નવા એરપોર્ટ પોલીસ મથક માટે સરકારે જમીન પણ ફાળવી દીધી છે. તેમજ રહેણાંક જગ્યા પણ મંજૂર કરી છે. આ પોલીસ મથકમાં પીઆઈ.-1, ફોજદાર-ર, એએસઆઈ-પ, જમાદાર-ર3, પોલીસમેન-40, હથિયારી એએસઆઈ-ર, હથિયારી પોલીસમેન-ર સહિત 7પ પોલીસ કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer