અમદાવાદ આવેલા અમિત શાહ પ્રદેશ ભાજપના એક પણ નેતાને રૂબરૂ ન મળ્યા

અમદાવાદ,તા.17 : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ છેલ્લા 4 દિવસથી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે હવે આવતીકાલે તેઓ પરિવાર સાથે માણસા પોતાનાં કુળદેવીનાં દર્શને જશે. અમિત શાહ દર વર્ષે નવરાત્રિમાં પરિવાર સાથે માતાના દર્શને આવે છે. અમિત શાહના આગમનના 4 દિવસમાં અનેક મંત્રીઓએ તેમજ હોદ્દેદારોએ તેમને મળવા માટે સમય માગ્યો હતો, પરંતુ તેઓ મળ્યા ન હતાં. હવે આગામી દિવસમાં પ્રદેશના નેતાઓ તેમજ સરકારનાં પ્રધાનમંડળ સાથે તેઓ મુલાકાત કરે એવી શકયતા છે. લોકડાઉનના 7 મહિના બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પોતાના હોમ ટાઉન ગુજરાતમાં આવ્યા છે. તા.18મી સુધી અમિત શાહનો પડાવ ગુજરાતમાં રહેશે.   ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં અમિત શાહ ગુજરાતમાં રોકાશે. તેઓ અગાઉ 17મીએ ઓકટોબરે આવવાના હતાં પરંતુ તેમના કાર્યક્રમમાં ફેરફાર કરાયો હતો. તેઓ વિધાનસભા ચૂંટણીને લઈને બેઠકો કરે એવી શકયતા સેવાઈ રહી છે. 18મી ઓકટોબરે સાંજે દિલ્હી પરત ફરે એવી શકયતા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer