ઉના-ભાવનગર પંથકમાં 3, અંકલેશ્વરમાં દોઢ કલાકમાં પાંચ ઈંચ

ઉના-ભાવનગર પંથકમાં 3, અંકલેશ્વરમાં દોઢ કલાકમાં પાંચ ઈંચ
રાજકોટ ,તા.23 : વરસાદ કેડો મુકતો નથી સૌરાષ્ટ્રમાં વાળદછાયા વાતાવરણ વચ્ચે ઉના, ગીર જંગલ, ભાવનગર જિલ્લામાં 3 ઈંચ વરસ્યો હતો. પરંતુ અંકલેશ્વરમાં દોઢ કલાકમાં પાંચ ઈંચ વરસી જતાં જળબંબાકાર થઈ ગયું હતું.
ઉના : ગીરજંગલ તેમજ ઉના ગીરગઢડા પંથકમાં વરસ્યો હતો. સનખડા, ગાંગડા, ઉંટવાડા, પરસવાડા, ખત્રીવાડા, સિમાસી, રેવદ, આંબાવડ, કાણકિયા, કરેણી સહિત ગામોમાં 2 થી 3 ઈંચ હતો. ઉના, ગીરગઢડા, દેલવાડા, વડવિયાળા, સામતેર, કાણકરબડા, તેમજ ગીર બોર્ડર નજીકનાં ગામોમાં 1 થી 2 ઈંચ હતો. ઉનાના ઉમેજમાં 3 ઈંચ વરસાદ હતો. વહેલી સવારથી ગીર જંગલ તેમજ ઉના ગીરગઢડા પંથકમાં ધોધમાર વરસાદના પગલે બેઠા પુલ પર પાણી વહેતા વાહન વ્યવહાર અટકયો હતો. ખેતરો પાણીથી ભરાઈ જતાં કિસાનો ચિંતામાં મુકાઈ
ગયા હતાં.
ભાવનગર : ગાજવીજ સાથે ઝાપટાથી સાડા ત્રણ ઈંચ વરસાદ પડયો હતો. ભાવનગર શહેરમાં વહેલી સવારે પોણા બે ઈંચ પડયો હતો. મહુવામાં ધોધમાર સાડા ત્રણ ઈંચ ખાબકી ગયો હતો. જેસરમાં સવા ઈંચ, તળાજામાં પોણો ઈંચ હતો.
વડોદરા : અંકલેશ્વર શહેરમાં માત્ર દોઢ કલાકમાં 5 ઈંચ વરસાદથી સમગ્ર શહેર જળબંબાકાર થઈ ગયું હતું. ઘર, દુકાન અને મંદિરોમાં પાણી ઘૂસી ગયા હતાં. ભરૂચમાં અઢી ઈંચ વરસાદમાં બજારોમાં નદીની જેમ પાણી વહેતુ જોવા મળ્યું હતું. દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી.
સુરત : કડાકા સાથે વરસાદ પડયો હતો. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડતાં ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ડાંગર શાકભાજીનાં પાકને નુકસાન પહોંચતાં ખેડૂતો નિરાશ થયા છે. ઉકાઈ ડેમની સપાટી 342.70 ફૂટે સ્થિર છે. ડેમમાં પાણીની આવક 67484 કયુસેક છે તો ઉકાઈમાંથી તાપીમાં 1.02 લાખ કયુસેક મીટર પાણી છોડવામાં આવી રહ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer