મુંબઈમાં વિદાય પહેલા ચોમાસાનો તોફાની રંગ: અનેક વિસ્તાર જળબંબાકાર

મુંબઈમાં વિદાય પહેલા ચોમાસાનો તોફાની રંગ: અનેક વિસ્તાર જળબંબાકાર
મુંબઈ, તા. 23 : શહેરમાં મંગળવાર રાતથી શરૂ થયેલા મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ટ્રેન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. ભારે વરસાદને કારણે મુંબઈ પાલિકાએ લોકોને અગત્યના કામ સિવાય ઘરની બહાર નહીં નીકળવાની અપીલ કરી હતી. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે ‘બેસ્ટ’ને 100 જેટલાં રૂટોના માર્ગ અન્યત્ર વાળવાની ફરજ પડી હતી. ધારાવીમાં બાર કલાકમાં તેર ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે.  મુંબઈમાં આવતીકાલે મધ્યમથી ભારે વરસાદ પડશે જ્યારે છૂટાછવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે એવી આગાહી કોલાબા વેધશાળાએ કરી છે.  આજે રાત્રે 8.30 વાગે પૂરા થયેલા 24 કલાકમાં કોલાબામાં 147.8 મિ.મી. અને સાંતાક્રુઝમાં 286.4 મિ.મી. વરસાદ નોંધાયો હતો. આજે સવારે 8.30 વાગ્યાના આંકડા અનુસાર મોસમનો કુલ વરસાદ કોલાબામાં 3148 મિ.મી. અને સાંતાક્રુઝમાં 3571 મિ.મી. નોંધાયો છે. 
 
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer