ડ્રગ્સ કનેક્શન: સિતારાઓને સમન્સ

ડ્રગ્સ કનેક્શન: સિતારાઓને સમન્સ
-સારા, દીપિકા અને શ્રદ્ધાને એનસીબીનું તેડું ા ડ્રગ ચેટ મામલે કરવામાં આવશે પૂછપરછ
નવી દિલ્હી, તા. 23 : સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ મામલામાં સામે આવેલા ડ્રગ્ઝ કનેક્શન ઉપર નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ પગલું ભરતા બોલીવૂડની ટોપ અભિનેત્રીઓને સમન મોકલીને પૂછપરછ માટે બોલાવી છે. જેને સમન જારી કરવામાં આવ્યું છે તેમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને શ્રદ્ધા કપૂરનું નામ સામેલ છે. દીપિક પાદુકોણને 25 સપ્ટેમ્બર, સારા અલી ખાન અને શ્રદ્ધા કપુરને 26 સપ્ટેમ્બરના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. આ મામલામાં રિયા ચક્રવર્તી, શૌવિક સહિતના લોકોને પહેલાથી જ જેલ પાછળ મોકલવામાં આવ્યા છે.
સારા અલી ખાનના ઘરે સમન મોકલવામાં આવ્યુ છે. જ્યારે દીપિક પાદુકોણ ગોવાથી મુંબઈ પરત ફરશે. દીપિકા સાથે કરિશ્મા પણ મુંબઈ આવશે. આ સ્ટાર્સ સામે ડ્રગ્ઝ મગાવવાના પુરાવા મળ્યા છે. જે અંગે પૂછપરછ કરવામાં આવશે. અત્યારસુધીમાં આ કેસમાં  કુલ 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ દાવો કરવામાં આવ્યો હતો કે ટીવી એક્ટર્સ અબીગેલ પાંડે અને સનમ જોહરને પણ એનસીબીએ સમન મોકલ્યું છે. આ બન્નેના નામ પણ ડ્રગ્ઝ અંગે સામે આવ્યા હતા.
 બીજી તરફ સુશાંતની ટેલેન્ટ મેનેજર જહા સાહાએ કબૂલ કર્યું છે કે શ્રદ્ધા કપૂર, રિયા ચક્રવર્તી અને એસએસઆર અને અનુરાગ કશ્યપની પૂર્વ બિઝનેસ પાર્ટનર મધુ માનતેના માટે સીબીડી ઓયલ ડ્રગ મેળવ્યું હતું. થોડા સમય પહેલા જ ડ્રગ્ઝ મામલામાં અમુક વોટ્સએપ ચેટ સામે આવ્યા હતા. જેમાં ‘ડી’ કે પાસેથી માલ એટલે કે ડ્રગ્ઝની માગ કરી રહી છે. આમાં ડી એટલે દીપિક અને કે એટલે કરિશ્મા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. કરિશ્મા ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીની કર્મચારી છે. ક્વોન કંપનીએ ઘણા મોટા બોલીવૂડ એક્ટર્સ અને અભિનેત્રીઓ સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે.
-------------------
બળાત્કારના આરોપો બાદ અનુરાગ કશ્યપ સામે FIR
અભિનેત્રી પાયલ ઘોષે મુક્યા હતા યૌન દુરાચારના આરોપ
મુંબઈ, તા. 23 : મુંબઈ પોલીસે ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ સામે એક એફઆઈઆર દાખલ કરી છે.  ડાયરેક્ટર ઉપર અભિનેત્રી પાયલ ઘોષે 2013મા યૌન દુરાચારનો આરોપ મુક્યો હતો. કશ્યપે આ આરોપોને પાયાવિહોણા બતાવીને ફગાવ્યા હતા. એક અધિકારીના કહેવા પ્રમાણે ઘોષ અને તેના વકીલ નીતિન સાતપુતે પોલીસમાં પહોંચ્યા હતા અને વર્સોવા પોલીસ સ્ટેશનમાં કશ્યપ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
કશ્યપ સામે આઈપીસીની 376 (આઈ), 354, 341 અને 342 ધારાઓ હેઠળ કેસ નોંધાયો છે. અધિકારીના કહેવા પ્રમાણે મામલામાં આગળ તપાસ ચાલી રહી છે. કશ્યપને સાત વર્ષ જુના મામલામાં પુછપરછ માટે બોલાવવામાં આવશે. પોતાની ફરિયાદમાં અભિનેત્રીએ આરોપ મુક્યો છે કે કશ્યપે 2013મા વર્સોવામાં યારી રોડ ઉપર એક જગ્યાએ બળાત્કાર આચર્યો હતો. પહેલા ઘોષ અને તેના વકીલ ઓશીવારા પોલીસ સ્ટેશન ગયા હતા પણ ત્યાં વર્સોવામાં જવા કહેવામાં આવ્યું હતું. નીતિન સાતપુતેએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, આરોપી સામે અંતે એફઆઈઆર નોંધી લેવામાં આવી છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer