ધોનીએ હારનો ટોપલો બોલરો પર ઢોળ્યો

ધોનીએ હારનો ટોપલો બોલરો પર ઢોળ્યો
શારજાહ, તા.23: રાજસ્થાન રોયલ્સ વિરૂધ્ધના હાઇ સ્કોરીંગ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સની 16 રનની હાર મળી હતી. આ મેચમાં સીએસકેનો સુકાની ધોની છેક સાતમાં ક્રમે બેટિંગમાં આવ્યો હતો. જેથી ચાહકો અને વિશેષજ્ઞોએ આશ્ચર્ય વ્યકત કર્યું હતું. આ મુદ્દા પર ધોનીએ જણાવ્યું કે મેં ખુદને પ્રમોટ કર્યોં ન હતો, કારણ કે હું ઘણા સમયથી બેટિંગથી દૂર હતો. આ ઉપરાંત અમે બીજાને પણ અજમાવવા માગતા હતા. એવું નથી જરૂર પડશે ત્યારે રણનીતિ અનુસાર હું ઉપરના ક્રમે બેટિંગ કરીશ. ટીમની હાર પર ધોનીએ કહ્યંy નો-બોલ ફેંકવાની ભૂલ અમને ભારે પડી. મેચમાં સીએસકેના બોલરોએ 3 નો-બોલ ફેંકયા હતા. જેમાં એન્ડીગીના બે નો-બોલ પર છક્કા લાગ્યા હતા. ધોનીએ તેની ટીમના સ્પિનરોના દેખાવથી પણ નાખુશી વ્યકત કરતા કહ્યંy તેમણે અલગ પ્રકારની બોલિંગ કરવાની કોશિશ ન કરી. તેઓ હરીફ બેટધરોને નિયંત્રણમાં રાખી શક્યા નહીં. આ મેદાન પર 200 રનનો પીછો શકય હતો. અંતમાં અમે 20 રન વધુ આપી દીધા. 37 દડામાં 7 છક્કાથી પ્લેસિસની 72 રનની ઇનિંગની ધોનીએ પ્રસંશા કરી હતી. જીત માટે તેણે રાજસ્થાનના બોલરો અને બેટધરોને શ્રેય આપ્યો હતો.
 
આખરી ઓવરમાં  ધોનીની સિક્સની હેટ્રિક
એમએસ ધોની તેની આતશી બેટિંગ માટે જગમશહૂર છે. આઇપીએલના મંગળવારે રમાયેલા મેચમાં ધોની છેલ્લે સુધી શાંત હતો. એક બાજુથી પ્લેસિસ ઝડપી રન કરી રહ્યો હતો. તો ધોનીના બેટમાંથી સિંગલ જ નીકળી રહ્યા હતા. આખરી ઓવરમાં ધોની અસલી રંગમાં જોવા મળ્યો હતો અને તેણે ઉપરાઉપરી ત્રણ ગગનચુંબી છક્કા ફટકાર્યાં હતા. જેમાંની એક સિકસ તો સ્ટેડિયમની બહાર ગઇ હતી. દડો રસ્તા પર પડયો હતો. આ છક્કો 92 મીટરનો હતો. આનો વીડિયો આઇપીએલના ઓફિશયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મુકાયો છે. જો કે આખરી ઓવરમાં ધોનીની  સિકસની હેટ્રિક છતાં રાજસ્થાન  રોયલ્સ વિરૂધ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સની 16 રને હાર થઇ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer