હળવદ પાસે ગેસના ટેન્કર-કાર વચ્ચે અકસ્માત : બે વ્યક્તિના મૃત્યુ : બે ઘાયલ

હળવદ પાસે ગેસના ટેન્કર-કાર વચ્ચે અકસ્માત : બે વ્યક્તિના મૃત્યુ : બે ઘાયલ
મુંબઈથી કચ્છ જતાં પરિવારને અકસ્માત નડયો
 
હળવદ, તા.ર3 : હળવદ પાસે મુંબઈથી કચ્છ આવતા કચ્છના જૈન પરિવારની કાર-ગેસના ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા અને મહિલા સહિત બે વ્યક્તિને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ બનાવ અંગેની વિગત એવી છે કે મુંબઈથી કચ્છના માંડવી તાબેના મોટા આંસબીયા ગામે આવવા નીકળેલા કચ્છી જૈન (ગાલા) પરિવારની કારને હળવદ  હાઈવે પરના સુસવાવ ગામ પાસે ઈન્ડેન ગેસના ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બ્રીજ બિપીનભાઈ ગાલા અને બિપીનભાઈ ઠાકરસીભાઈ ગાલાના મૃત્યુ નિપજ્યા હતા જ્યારે વીકી બિપીનભાઈ ગાલા અને કલ્પનાબેન બિપીનભાઈ ગાલાને ઈજા થવાથી સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer