સુરતમાંથી કરોડોના ડ્રગ્સ સાથે લાઠીના બે શખસ સહિતની ત્રિપુટી ઝડપાઇ

સુરતમાંથી કરોડોના ડ્રગ્સ સાથે લાઠીના બે શખસ સહિતની ત્રિપુટી ઝડપાઇ

સુરત, તા.ર3 : રાજ્યમાં નશીલા પદાર્થોની બેફામ હેરાફેરીના મામલે પોલીસ-નાર્કોટીકસ સહિતની એજન્સીઓ હરકતમાં આવી હતી અને પોલીસે ત્રણ સ્થળે દરોડા પાડી રૂ.1.33 કરોડના એમડી ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ વોન્ટેડ શખસોને ઝડપી લીધા હતા.
સુરત ક્રાઈમબ્રાંચે વરાછામાંથી વરાછાના ભવાની સર્કલ પાસે રહેતા  બન્ટી ઉર્ફે વિનય કિશોર પટેલ નામના શખસને રૂ.1.7પ લાખની કિંમતના 17.પ ગ્રામ એમડી ડ્રગ્સ્ના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પકડાયેલા બન્ટી ઉર્ફે વિનય પટેલનો સાગરી રોહન ફરાર થઈ ગયો હતો.
પોલીસે બન્ટી ઉર્ફે વિનય પાસેથી ર6 મોબાઈલ, કાર સહિત રૂ.8.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
તેમજ સરથાણામાં ડીસીબીના સ્ટાફે મૂળ અમરેલીના લાઠી ગામના અને સુરતમાં વીઆઈપી સર્કલ પાસે રહેતા  સંકેત શૈલેષ અસલાલીયા નામના શખસને 304.98 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો.
ગઈકાલે ડીસીબીના સ્ટાફે ડુમસ રોડ પરથી  સુરતના અડાજણ પાટિયા પાસેના આશિયાના કોમ્પલેકસમાં રહેતા સલમાન ઉર્ફે મોહમદ હનીફ ઝવેરી નામના શખસને એક કરોડના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો હતો.પોલીસે સલમાન ઝવેરી પાસે રૂ.1ર.710 ની રોકડ તથા ડીજીટલ કાંટો, પાંચ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે એમડી ડ્રગ્સનું નેટવર્ક ભેદવા માટે દોડધામ શરૂ કરી હતી.
પુણામાંથી 63 લાખના ગાંજા સાથે ત્રણ શખસો ઝડપાયા
સુરતના પુણાગામ સારોલી રોડ વિસ્તારમાં ગાંજાનો જથ્થો ભરેલો ટ્રક આવ્યો હોવાની બાતમીના આધારે ડીસીબીના સ્ટાફે દરોડો પાડયો હતો અને ટ્રકને ઝડપી લઈ રૂ.63 લાખની કિંમતના પ6ર કિલો ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે મિથુન રવિન્દ્ર દેસાઈ, ચંદ્રામણી ગૌડા અને બસંત દેસાઈ નામના ત્રણ શખસોને ઝડપી લીધા હતા.પોલીસે ત્રણેય શખસોને વધુ તપાસ અર્થે રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.
જામજોધપુરના શખસને ગાંજો સપ્લાય કરનાર સુરતનો શખસ ઝડપાયો
જામજોધપુરમાં એક અઠવાડિયા પહેલા જામનગર એસઓજીના સ્ટાફે દરોડો પાડી દસ કીલો ગાંજાના જથ્થા સાથે રમેશ મગન જીંજુવાડિયા નામના શખસને ઝડપી લીધો હતો અને રમેશ જીંજુવાડિયાની આકરી પૂછતાછ કરતા આ ગાંજાનો જથ્થો સુરતનો જયદીપ મુકેશભાઈ નામનો શખસ સપ્લાય કરતો હોવાનું ખુલ્યુ હતુ.
પોલીસે ગાંજા સાથે ઝડપાયેલા રમેશ જીંજુવાડિયાને પાંચ દિવસના રીમાન્ડ પર લીધો હતો. દરમિયાન એસઓજીએ સુરતના જયદીપ મુકેશભાઈ નામના સપ્લાયરને પણ ઝડપી લીધો હતો. અને ત્રણ દિવસના રીમાન્ડપર મેળવી વધુ તપાસ હાથધરી હતી.જયદીપ મુકેશની પૂછતાછમાં વધુ એક સપ્લાયરનું નામ ખુલતા પોલીસે તપાસ સુરત સુધી લંબાવી હતી.
કડોદરામાંથી એમડી ડ્રગ્સ બનાવવાનું કારખાનું ઝડપાયું
સુરતના કડોદરા વિસ્તારમાં ગબ્બરવાળી શેરીમાં આવેલા કાપડ મિલના સંચાખાતામાં ભાડે રાખવામાં આવેલા રૂમમાં એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની બાતમીના આધારે ક્રાઈમબ્રાંચના સ્ટાફે દરોડો પાડયો હતો અને એમડી ડ્રગ્સ બનાવવાની સાધન સામગ્રી તથા કાચો માલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે હાલમાં પોલીસે માહિતી આપવા અંગે  ઈનકાર કર્યો હતો. પોલીસે કારખાનાના માલિક  સહિતનાની પૂછતાછ શરૂ કરી હતી.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer