સુશાંત સિંહ કેસમાં હવે ચોથી એજન્સી ગઈંઅ પણ જોડાશે

સુશાંત સિંહ કેસમાં હવે ચોથી એજન્સી ગઈંઅ પણ જોડાશે
મુંબઈ,તા.23 : બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનો મૃત્યુ કેસ છેલ્લા ત્રણ મહિનાથી ચર્ચામાં છે. દેશની ત્રણ એજન્સીઓ સીબીઆઈ, ઈડી (પ્રવર્તન નિદેશાલય) અને એનસીબી (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો) સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસની તપાસ કરી રહી છે. હવે વધુ એક કેન્દ્રીય એજન્સી આ કેસ સાથે જોડાઈ શકે છે. એનઆઈએ (નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી) હવે સુશાંત કેસમાં જોડાય તેવી શકયતા છે. આતંકવાદ સંબંધિત કેસોની તપાસ માટે આ એજન્સીની રચના થઈ હતી. હવે હાલમાં જ એનઆઈએને ડ્રગ્સ સંબંધિત કેસોની તપાસ માટે મંજૂરી આપવામાં આવી છે. જણાવી દઈએ કે, ડ્રગ્સના ખરીદ-વેચાણ મામલે આતંકી સંગઠનો સામેલ હોવાનું કહેવાય છે. ત્યારે ડ્રગ્સ કેસની પણ તપાસ કરવાની છૂટ મળ્યા બાદ આ એજન્સી સુશાંત સિંહ રાજપૂતના કેસમાં જોડાઈ શકે છે.
રિયા ચક્રવર્તીની જામીન અરજીની સુનાવણી આજે 
મુંબઈમાં ભારે વરસાદને કારણે અભિનેતા સુશાંત સિંહ રાજપુતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની જામીન અરજીની સુનાવણી બુધવારે હાઈ કોર્ટમાં થઈ શકી નહોતી અને હવે ગુરુવારે (આજે) આ સુનાવણી હાથ ધરવામાં આવે એવી શક્યતા છે.
અરજીમાં રિયાએ કહ્યું છે કે, હું સાવ નિર્દોષ છું અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો મારા અને મારા કુટુંબીઓ સામે ઈરાદાપૂર્વક આકરા ઓરોપો લગાવી રહ્યું છે. બધા મારી પાછળ પડી ગયા છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer