પુલવામામાં સુરક્ષાદળ ઉપર ગોળીબાર

પુલવામામાં સુરક્ષાદળ ઉપર ગોળીબાર
હુમલાખોર આતંકીઓની તલાશ માટે સર્ચ ઓપરેશન
નવી દિલ્હી, તા. 23 : જમ્મુ કાશ્મીરમાં બુધવારે ફરી એક વખત આતંકવાદીઓએ સુરક્ષા દળો ઉપર હુમલો કર્યો હતો. આતંકી સુરક્ષાદળ ઉપર ગોળીબાર કરીને ફરાર થયા હતા. જો કે આ હુમલામાં સદ્ભાગ્યે કોઈને નુકસાન થયું નહોતું.
દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના મુખ્ય શહેર પુલવામામાં આતંકવાદીઓએ કરેલા હુમલા બાદ પુરા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને સર્ચ ઓપરેશન છેડવામાં આવ્યું હતું. આ અગાઉ મધ્ય કાશ્મીરમાં બડગામ જિલ્લામાં ચરાર એ શરીફ વિસ્તારમાં આતંકવાદી અને સુરક્ષા દળો વચ્ચે 15 કલાકથી વધારે ચાલેલી અથડામણમાં જૈશ એ મોહમ્મદના એક આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો. માર્યા ગયેલા આતંકી પાસેથી હથિયાર કબજે કરવામાં આવ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer