મેડિકલ સ્ટુડન્ટ સારવારમાં જોડાયા

મેડિકલ સ્ટુડન્ટ સારવારમાં જોડાયા
મારા સ્વજનને કોરોના થાય તો સારવાર કરૂં જને !
રાજકોટ : રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી રચના ચૌહાણ જીવનના યાદગાર અનુભવની વાત કરતાં જણાવે છે કે, આશરે 15 દિવસ પહેલા કોલેજમાંથી ફોન આવ્યો કે તમે કોરોનાના દર્દીઓની સારવારમાં વોલન્ટરી જોડાવા માંગે છો ? હાલ સ્ટાફને મદદની જરૂર છે. હું મારા પરિવાર સાથે શાંતિથી ઘરે સમય પસાર કરતી હતી. અચાનક એક ચેલેન્જ સામે આવે છે. શરૂઆતમાં મન નહોતું માનતું, પરંતુ પછી લાગ્યું કે મારા કોઈ સ્વજનને કોરોના થાય તો હું સારવારમાં જોડાઉ જ ને ? અને મને સિનિયર ડોકટર્સ સાથે કામ કરવાનો અનુભવ મળશે તે વિછારે હું અને અન્ય સ્ટુડન્ટસ કોરોનાના દર્દીઓની સારવાર કરવા પાંચમી સપ્ટેમ્બરથી જોડાયાં.
કોવીડ હોસ્પિટલ ખાતે આ દિવસોમાં જેટલું કોલેજમાં નથી શીખવા મળ્યું તેનાથી વિશેષ અનુભવ થયો હોવાનું અને ખાસ કરીને પેશન્ટની ક્રિટીકલ કન્ડિશનમાં ઝડપથી નિર્ણય લઈ સારવાર કરવા માટેની સજ્જતા કેળવવાનો અનુભવ સિનિયર ડોકટર્સ પાસેથી મળ્યો હોવાનું રચના જણાવે છે.
કોવિડ-19 સંક્રમણના સમયે કોલેજના ફાઈનલ વર્ષના તબીબી ક્ષેત્રે અભ્યાસરત 55 જેટલા વિદ્યાર્થીઓને કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર તાલીમબદ્ધ કરી તૈયાર કરવા બાબતે વિશેષ સેમીનારનું આયોજન પી.ડી.યુ. કોલેજ ખાતે કરાયું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer