હારશે કોરોના-જીતશે ગુજરાત: નવા કેસ 1402, 1321 સાજા

હારશે કોરોના-જીતશે ગુજરાત: નવા કેસ 1402, 1321 સાજા
- ડીસ્ચાર્જ થતા દર્દીઓનો આંક રાહતજનક, રોજ નવા આવતા કેસનો આંક ચિંતાજનક
અમદાવાદ, તા.22: ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ વ્યાપારી સંગઠનો દ્વારા આંશિક લોકડાઉનની જાહેરાતો કરવા છતાં પણ કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લેતો. વિતેલા 24 કલાક દરમિયાન ગુજરાતમાં 1402 કોરોના સંક્રમિતના કેસ નોંધાતા કોરોના પોઝિટિવનો આંક 1.26 લાખને પાર કરીને 126169 થયો છે. જ્યારે વધુ 16 કોરોના દર્દીના મૃત્યુ નિપજતા કુલ મૃત્યુઆંક 3355 થયો છે. વિતેલા 24 કલાક દરમિયાન ગુજરાતમાં 1321 કોરોના દર્દીઓ કોરોનાને મહાત આપવામાં સફળ થતા કોરોના ડિસ્ચાર્જ દર્દીનો આંક 1,06,412 પર પહોંચ્યો છે. ગુજરાતમાં હાલ 16402 એક્ટિવ દર્દીઓ છે તેમાં 92 વેન્ટિલેટર પર છે.
વિતેલા 24 કલાક દરમિયાન ગુજરાતમાં સુરતમાં 298, અમદાવાદમાં 185, રાજકોટમાં 150, જામનગરમાં 123, વડોદરામાં 136, ભાવનગરમાં 47, ગાંધીનગરમાં 52, જૂનાગઢમાં 35, બનાસકાંઠામાં 46, કચ્છમાં 33, મહેસાણામાં 32, અમરેલીમાં 29, પંચમહાલમાં 28, મોરબીમાં 23, ભરૂચમાં 22, પાટણમાં 19, મહીસાગરમાં 15, ગીર સોમનાથમાં 14, દાહોદ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં 12-12, બોટાદ અને તાપીમાં 10-10, દેવભૂમિ દ્વારકામાં 9, અરવલ્લી-ખેડા અને નવસારીમાં 8-8, નર્મદામાં 6, આણંદ અને છોટા ઉદેપુરમાં 5-5, વલસાડમાં 3 અને ડાંગમાં 2 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 5, અમદાવાદ અને વડોદરામાં 3-3, રાજકોટમાં 2 જ્યારે અમરેલી, ગાંધીનગર અને સુરતમાં 1-1 મૃત્યુ નોંધાવા પામ્યા છે. રાજ્યમાં ડિસ્ચાર્જ થતા દર્દીઓનો આંક રાહતજનક છે, જ્યારે દરરોજ નવા આવતા કેસનો આંક ચિંતાજનક છે.
 
 
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer