ઉડતા બોલીવૂડ : અનેક ફિલ્મ સ્ટારને ડ્રગ્સનું લાંછન

ઉડતા બોલીવૂડ : અનેક ફિલ્મ સ્ટારને ડ્રગ્સનું લાંછન
દીપિકા, શ્રદ્ધા, સારા, સોનમ, નમ્રતા, સોનાક્ષી, દિયા મિર્ઝા, રણબીર,
રિતિક, ટાઈગર, જૈકલીન, સિદ્ધાર્થ, આદિત્ય રોય સહિત એનસીબીના રડારમાં
 
નવી દિલ્હી તા.રર: ડ્રગ્સ રેકેટમાં હવે બોલીવૂડની હાઈપ્રોફાઈલ હસ્તીઓ પર સકંજો કસાઈ રહ્યો છે. રિયા ચક્રવર્તી ડ્રગ્સ કેસની તપાસ હવે બોલીવૂડની ટોચની અભિનેત્રી દીપિકા પદૂકોણ સુધી પહોંચી શકે છે. ડ્રગ્સ કનેકશનમાં બોલીવૂડના અનેક જાણીતા ચહેરાઓના નામ સામે આવ્યા છે. દીપિકા અને તેની મેનેજર કરિશ્માની કથિત ડ્રગ્સ ચેટ સામે આવી છે. જેમાં ડી અને કે કોડવર્ડનો ઉપયોગ કરાયો છે.
નાર્કોટીકસ કંટ્રોલ બ્યૂરોના સૂત્રોના મતે ડી નો અર્થ દીપિકા પદૂકોણ અને કે નો અર્થ કરિશ્મા પ્રકાશ છે. ર017ની આ ડ્રગ્સ ચેટમાં હૈશ અને વીડ નો ઉલ્લેખ છે. સૂત્રોના મતે એનસીબીના રડારમાં હવે એ ફિલ્મી સ્ટાર છે જેમનું પીઆર કવાન કંપની સંભાળે છે. જે કલાકારોમાં દીપિકા પદૂકોણ, શ્રદ્ધા કપુર, સોનમ કપુર, રણબીર કપુર, રિતિક રોશન, ટાઈગર શ્રોફ અને જૈકલીન ફર્નાન્ડિઝ સામેલ છે. દિયા મિર્ઝાનું નામ પણ ઉછળ્યું છે જેને એનસીબી સમન્સ મોકલી શકે છે.
ર8 ઓકટોબર ર017ની રાત્રે કોકો પબમાં દીપિકાની હેલોવીન પાર્ટી યોજાઈ હતી જેમાં સોનાક્ષી સિંહા,સિદ્ધાર્થ મલહોત્રા અને આદિત્યરોય કપુર પણ સામેલ હતા. સારા અલી ખાન, શ્રદ્ધાકપુર, નમ્રતા શિરોડકર, દીપિકા બાદ બોલીવૂડની અન્ય એક 40 વર્ષિય અભિનેત્રી પણ એનસીબીના રડારમાં છે. ર00પ અને ર006ના દૌરની લોકપ્રિય અભિનેત્રી એકથી એક હિટ ફિલ્મો આપી ચૂકી છે. ઝડપાયેલા ડ્રગ્સ પેડલરની પૂછપરછમાં આ અભિનેત્રીનું નામ સામે આવ્યું છે. એવું કહેવાય છે કે ડ્રગ્સ પેડલરની ગર્લફ્રેન્ડ આ અભિનેત્રી સુધી ડ્રગ્સની ખેપ પહોંચાડતી હતી.
દીપિકા, સારા બાદ શ્રદ્ધાકપુરની કથિત ચેટ સામે આવી છે જેમાં તે ટેલેન્ટ મેનેજર જયા સાહા પાસે સીબીડી અૉઈલ માગી રહી છે. ચેટમાં અભિનેત્રીઓના નામ માટે અંગ્રેજી અક્ષરો ડી, એન, એસ, કે કોડવર્ડ તરીકે ઉપયોગ કરાતો હતો. એનસીબીએ દીપિકાની મેનેજર કરિશ્મા પ્રકાશ, કવાન એજન્સીના સીઈઓ ધ્રુવ ચિટગોપેકર, સુશાંતની પૂર્વ મેનેજર શ્રુતિ મોદી તથા જયા સાહાને પૂછપરછ માટે બોલાવ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer