ચહલે મેચના પાસા પલટાવ્યા: કોહલી

ચહલે મેચના પાસા પલટાવ્યા: કોહલી
ડિ’વિલિયર્સે ગૂગલી ફેંકવાની સલાહ આપી હતી: ચહલ
દુબઇ, તા.22: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ ગઇકાલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મળેલી જીતનો યશ તેના બોલરો અને ખાસ કરીને સ્પિનર યજુર્વેન્દ્ર ચહલને આપ્યો હતો. આરસીબીનો 10 રને વિજય નોંધાયો હતો. મેચ બાદ વિરાટે કહ્યંy કે અમે છેલ્લે સુધી ધૈર્ય બનાવી રાખ્યું. ચહલ બોલિંગમાં આવ્યો અને મેચના પાસા પલટાવ્યા. ચહલે 16મી ઓવરમાં હૈદરાબાદના બે બેટસમેન જોની બેયરસ્ટો અને વિજય શંકરને ઉપરાઉપરી બે દડામાં બોલ્ડ આઉટ કર્યાં હતા. એક સમયે હૈદરાબાદના 1પ ઓવરમાં 2 વિકેટે 121 રન હતા. આ પછી 32 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી. ચહલની પ્રશંસામાં કોહલીએ કહ્યંy કે તે કોઇ પણ પિચ પર ઘાતક બોલિંગ કરી શકે છે.
જયારે 18 રનમાં 3 વિકેટ લેનાર મેન ઓફ ધ મેચ યજુર્વેન્દ્ર ચહલે કહ્યંy કે મેં જ્યારે પહેલી ઓવર ફેંકી ત્યારે જ મને અહેસાસ થઇ ગયો કે અહીં સ્ટમ્પ ટૂ સ્ટમ્પ બોલિંગ કરવી પડશે. મેં તેને (બેયરસ્ટો)ને લલચાવવા કેટલાક બોલ ફેંકયા. જેમાં મને સફળતા મળી. બેયરસ્ટોને આઉટ કર્યાં બાદ ડિ’વિલિયર્સે મને કહ્યંy વિજય શંકર સામે ગૂગલી ફેંકજે. ચહલે આ સલાહ માની અને વિજયને બોલ્ડ કર્યોં હતો.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer