ભાવનગરમાં રિક્ષાચાલકની આત્મહત્યા

ભાવનગર, તા.22 (ફૂલછાબ ન્યૂઝ):  શહેરના સુભાષનગર વિસ્તારમાં રાજપુતવાડા વિસ્તારમાં રહેતા શાંતિભાઈ ગોવિંદભાઈ બારૈયા (ઉ.વ.45)એ તેના ઘેર ગળાફાંસો ખાઈ આત્મહત્યા વહોરી લીધી હતી. મૃતક શાંતિભાઈ રીક્ષા ચલાવી પરીવારનું ગુજરાન
ચલાવતા હતા.
લોકડાઉનમાં કામ ધંધો બંધ રહેતા તેને રીક્ષા વેંચી પરિવારનું ગુજરાન ચલાવ્યું હતું.
રીક્ષા વેંચાઈ ગયા બાદ પણ બેકારી અને આર્થિક ભીંસથી કંટાળી જઈ આ પગલુ ભર્યું હોવાનું જાણવા મળેલ છે. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
ગાંજા સાથે મહિલા ઝડપાઈ
ભાવનગર સિહોરમાં સુરકાના ડેલા પાસે રહેતા સંગીતાબેન રમેશભાઈ દવેને પોલીસે વનસ્પતિજન્ય સુકો ગાંજો- 1 કિલો 660 ગ્રામ કિંમત રૂા.16600 સાથે પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer