અમેરિકાનું મિશન મૂન: 2024માં મહિલા સહિત બે યાત્રીને મોકલશે

અમેરિકાનું મિશન મૂન: 2024માં મહિલા સહિત બે યાત્રીને મોકલશે
અમેરિકી કોંગ્રેસ-સરકારે 28 બિલિયન ડોલરની જંગી રકમ મંજૂર કરી
વાશિંગ્ટન, તા.17: વધુ એકવાર ચંદ્ર પર મનુષ્યના પગલાંની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસાએ ર0ર4માં ચંદ્ર પર મનુષ્યને મોકલવાનું બીડુ ઝડપ્યું છે.
ર0ર4ના મિશન મૂન માટે અમેરિકી કોંગ્રેસે ર8 બિલિયન ડોલરની જંગી રકમ મંજૂર કરી છે. તેમાંથી 16 બિલિયન ડોલર ચંદ્ર પર જનારા લેન્ડિંગ એરક્રાફ્ટ પર ખર્ચ થશે. અમેરિકામાં 3 નવેમ્બરે ચૂંટણી છે. તે પહેલા જ અમેરિકી કોંગ્રેસે આ પ્રોજેકટને મંજૂરી આપવાના પ્રયાસ ઝડપી બનાવ્યા છે.આ પ્રોજેકટ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મહત્વકાંક્ષી પ્રોજેકટ માનવામાં આવે છે. ટ્રમ્પે અગાઉ પોતાની પ્રાથમિકતા જણાવતાં કહ્યું હતુ કે ચંદ્ર પર જો ફરી મનુષ્યના પગલાં પડતાં જોઈ તેઓને ખુશી થશે.
ર8 બિલિયન ડોલરની રકમ વર્ષ ર0ર1 થી ર0રપ વચ્ચેના બજેટમાંથી ફાળવવામાં આવશે. ચૂંટણી વખતે નાસા પર હંમેશા રાજકીય દબાણ રહેતું હોવાનું કહેવાય છે. નાસાના અધિકારીએ કહ્યું કે ક્રિસમસ સુધીમાં જો 3.ર બિલિયન ડોલર મંજૂર કરી દેવામાં આવે તો ર0ર4 સુધીમાં ચંદ્ર પર ઉતરવાના મિશનને પુર્ણ કરી લેશું.આ વખતે અમે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જઈ રહ્યા છીએ. અગાઉનું અપોલો મિશન ઉત્તર ધ્રુવનું હતુ.
અમેરિકાના આ ચંદ્ર મિશનમાં બે અંતરીક્ષ યાત્રીઓ જશે જેમાં એક મહિલા હશે. યાત્રાનું નામ ઓરિયન અંતરિક્ષ યાનના નામથી રાખવામાં આવશે. ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં સપાટી પર પાણી અને બરફ પણ હોય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer