ભારત પર ચાઈનીઝ હેકર્સનો સાઈબર એટેક સુરક્ષા એજન્સીઓમાં હડકંપ

ભારત પર ચાઈનીઝ હેકર્સનો સાઈબર એટેક  સુરક્ષા એજન્સીઓમાં હડકંપ
અનેક દેશોની 100 જેટલી કંપનીના નેટવર્કને ભેદવા વાયરસની કોબાલ્ટ સ્ટ્રાઈક
 
નવી દિલ્હી, તા.રર: ચીન સાથે લદાખ સરહદે ચાલી રહેલા વિવાદ વચ્ચે ચાઈનીઝ હેકર્સોએ ભારતની સરકારી વેબસાઈટને નિશાન બનાવવાનો પ્રયાસ કરતાં ભારતીય સુરક્ષા એજન્સીઓ ચિંતિત બની છે.
અમેરિકી સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે જણાવ્યું કે પ ચાઈનીઝ હેકર્સ ભારત સરકાર અને અન્ય વિદેશી સરકારના કોમ્યુટર નેટવર્કને ભેદવાની ગતિવિધિમાં સંડોવાયા હોવાનું જણાયું છે. અમેરિકા અને અન્ય દેશો મળી કુલ 100 જેટલી કંપની ચાઈનીઝ હેકર્સોના નિશાના પર આવી છે જેમાં સોફ્ટવેર ડેવલોપ્મેન્ટ કંપનીઓ, કોમ્પ્યુટર હાર્ડવેર ડેવલોપમેન્ટ કંપનીઓ,વીડિયો ગેમ કંપનીઓ, ટેલીકોમ્યુનિકેશન પ્રોવાઈડર, એનજીઓ, યુનિવર્સિટીસ, થિંકટેંક, વિદેશી સરકારો તથા હોંગકોંગમાં ચીન વિરૂદ્ધ કામ કરતાં એક્ટિવીસ્ટો અને આંદોલનકારીઓના કોમ્પ્યુટર નેટવર્ક સામેલ છે.
એમેરિકી એજન્સીઓ હવે એ બાબતની તપાસમાં લાગી છે કે કેવી રીતે ચાઈનીઝ હેકર્સોએ કેવી રીતે સુવ્યસ્થિત આયોજનથી ભારત સહિત અન્ય દેશોના કોમ્પ્યુટર નેટવર્કને ભેદવાનો પ્રયાસ કર્યો. આ એક પ્રકારનો સાઈબર એટેક છે જેમાં ભારત સરકારના કોમ્પ્યુટર નેટવર્ક પર વાયરસ નાંખી કોબાલ્ટ સ્ટ્રાઈક કરવામાં આવી છે. ભારતીય સુરક્ષા એજન્સી સાથે સંકળાયેલા સૂ‰ત્રોએ જણાવ્યું કે ભારતીય એજન્સીઓ વહેલી તકે આ મામલે તપાસ હાથ ધરી ચાઈનીઝ અને ઉત્તર કોરિયાના હેકર્સ વિરૂદ્ધ પગલાં લે તે જરૂરી છે.
સાઈબર એકસપર્ટસના મતે ચાઈનીઝ હેકર્સથી ઈલેકટ્રીક ગ્રીડ અને બેંકીંગ સિસ્ટમને ખતરો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer