લદ્દાખમાં રાફેલ મિરાજની ગર્જના : અકસાઈમાં ચીને ગોઠવી મિસાઈલો

લદ્દાખમાં રાફેલ મિરાજની ગર્જના : અકસાઈમાં ચીને ગોઠવી મિસાઈલો
વધતો તણાવ : ચીને હવાઈ હુમલાથી બચાવની મોકડ્રીલ યોજી
પેઈચિંગ, નવી દિલ્હી તા.રર : ભારત અને ચીન વચ્ચે વ્યાપ્ત સરહદી તણાવ હવે લશ્કરી જમાવટમાં બદલાઈ રહ્યો છે. લદ‰ાખમાં રાફેલ અને મિરાજ વિમાનોની ધણધણાટી સંભળાઈ રહી છે તો તિબેટમાં ચીને યુદ્ધ અભ્યાસના ભાગ રૂપે ચેતવણીના સાયરન વગાડવાનું શરૂ કરી દીધુ છે.
ભારત હુમલો કરે તો બચાવની તૈયારીઓના ભાગ રૂપે ચીને શનિવારે લ્હાસામાં મોકડ્રીલ યોજી હતી. લદ્ખામાં ભારતે લડાકુ જહાજો મોકલ્યા બાદ ચીને ગભરાટમાં બચાવની તૈયારીઓ શરૂ કરી હોવાનું માનવામાં આવે છે. ચીનની આર્મીએ લદ્ખા પાસે રાત્રી યુદ્ધ અભ્યાસ પણ કર્યો હતો. એરડિફેન્સ સિસ્ટમ, મિસાઈલો, રોકેટ લોન્ચર અને હોવિત્ઝર તોપથી લશ્કરી કવાયત યોજી હતી.
ચીનના ઈરાદા દિવસેને દિવસે ખતરનાક બની રહ્યા છે. સમગ્ર ભારતને હુમલાની રેન્જમાં આવરી લેવા અકસાઈ ચીનમાં પરમાણુ મિસાઈલો તૈનાત કરી હોવાનું સામે આવ્યું છે. બીજીતરફ ભારત પણ કોઈ પણ પરિસ્થિતીનો સામનો કરવા સજ્જ છે. ભારત પર મનોવૈજ્ઞાનિક દબાણ વધારવા ચીને અકસાઈ ચીનમાં ભારે સશત્ર સરંજામ ખડક્યો હોવાનું સેટેલાઈટ ઈમેજમાં સામે આવ્યું છે. મિસાઈલોને છૂપાવવા જમીનની અંદર બંકરો બનાવવામાં આવ્યા છે. અગાઉ અમેરિકાને ધમકાવવા ચીને સાઈઉ ચાઈના સી માં આવી જ રણનીતિ અપનાવી હતી.
ચીને છેલ્લા 3 વર્ષમાં એલએસી નજીક પોતાના વિસ્તારોમાં એરબેઝ, એર ડિફેન્સ પોઝીશન, હેલીપોર્ટની સંખ્યા બમણી કરી નાખી છે. ચીનના ઈરાદા તેની તૈયારીઓ પરથી સામે આવ્યા છે. છેલ્લા 3 વર્ષમાં ચીને ભારતીય સરહદ નજીક લશ્કરી તૈયારીઓ ખૂબ વધારી છે. ર017માં ડોકલામ વિવાદ બાદ ચીને રણનીતિ બદલી છે. લશ્કરી ઓપરેશન માટે તે અગાઉથી તૈયારીઓ કરી રહ્યું છે.
 
તણાવ દૂર કરવા ભારત-ચીન વચ્ચે 14 કલાક લાંબી મંત્રણા
નવી દિલ્હી તા.રર: ભારત અને ચીન વચ્ચે છઠ્ઠા દૌરની 14 કલાક લાંબી સૈન્યસ્તરની મંત્રણા યોજાઈ છે જેમાં બંન્ને દેશ વચ્ચે લદ‰ાખના વિવાદાસ્પદ પોઈન્ટ પર તણાવ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતુ. શિયાળાની કાતિલ ઠંડી પહેલા પૂર્વોત્તર લદ‰ાખના ઉંચાઈવાળા કેન્દ્રો પર વર્ચસ્વના મુદ‰ઁ બંન્ને દેશ આમને સામને છે ત્યારે આ મેરેથોન મંત્રણા મહત્વપુર્ણ માનવામાં આવે છે. આ વાતચીતનું પરિણામ સ્પષ્ટ નથી પરંતુ બંન્ને દેશ વધુ વાતચીત માટે ફરી મળવા તૈયાર થયાનું માનવામાં આવે છે. સરકારી સૂત્રોએ કહ્યું કે મંત્રણાનો મુખ્ય હેતુ તણાવ દૂર કરવાનો છે. ચીન સૌપ્રથમ દળો પાછા ખેંચી લઈ લદાખમાં યથાસ્થિતી જાળવે તે બાબત પર ભારતે ભાર મૂક્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer