ગ્રીનલેન્ડ બાદ હવે ગોંડલ ચોકડીએ મુસાફરોનું ક્રીનીંગ અને ટેસ્ટીંગ શરૂ

ગ્રીનલેન્ડ બાદ હવે ગોંડલ ચોકડીએ મુસાફરોનું ક્રીનીંગ અને ટેસ્ટીંગ શરૂ

પ્રથમ દિવસે 25 વ્યક્તિના ટેસ્ટીંગમાં એકનો રિર્પોટ પોઝિટિવ આવ્યો !
રાજકોટ, તા.21 : શહેરમાં કોરોનાના સંક્રમણને નાથવા માટે કોર્પોરેશન દ્વારા રાજકોટ બહારથી આવતા મુસાફરો બસમાંથી જ ઉતરતા તેમનું ક્રીનીંગ અને ટેસ્ટીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. અગાઉ ગ્રીનલેન્ડ ચોકડી ખાતે આ વ્યવસ્થા ઉભી કરાયાં બાદ આજથી ગોંડલ રોડ ચોકડીએ ખાનગી બસમાં આવતા મુસાફરોનું ક્રીનીંગ અને ટેસ્ટીંગ શરૂ કરાયું હતું. આજે પ્રથમ દિવસ 25 મુસાફરોનું ક્રીનીંગ કરાતાં એકનો રિપોર્ટ પોઝિટિવ અને 24ના રિપોર્ટ નેગેટીવ આવ્યાં છે.
કમિશનર ઉદિત અગ્રવાલના જણાવ્યાનુસાર શહેરની બહારથી આવતા મુસાફરો માટે એસ.ટી. બસ સ્ટેશન અને ગ્રીનલેન્ડ ચોકડી ખાતે મનપા દ્વારા ચેકઅપ કામગીરી કરવામાં આવી જ રહી છે  ઉપરાંત આજથી ગોંડલ ચોકડી ખાતે પણ મનપાની ટીમ દ્વારા જે લોકો શહેરની બહારથી આવે છે તેમનું હેલ્થ ચેકઅપ સ્થળ પર જ કરવાનું શરૂ કરાયું છે. ક્રીનીંગ અને ટેસ્ટીંગ દરમિયાન જો કોઈ મુસાફરમાં શંકાસ્પદ લક્ષણો જણાશે તો તેઓને જરૂરી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ દિવસમાં ગ્રીનલેન્ડ ચોકડીએ કુલ 646 મુસાફરોનું ક્રીનીંગ કરવામાં આવતા 17 જેટલા મુસાફરોમાં કોરોનાના સામાન્ય લક્ષણો નજરે ચડયાં હતાં જ્યારે 629 મુસાફરોના રિપોર્ટ નેગેટીવ આવ્યાં હતાં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer