રાજકોટના કોરોનામૂક્ત તબિબો, પોલીસ, સરકારી કર્મીઓને પ્લાઝમા ડોનેટ કરશે !

રાજકોટના કોરોનામૂક્ત તબિબો, પોલીસ, સરકારી કર્મીઓને પ્લાઝમા ડોનેટ કરશે !
જિલ્લા નોડલ ઓફિસર ડો.રાહુલ ગુપ્તાએ ઈંખઅ, પોલીસ, સરકારી અધિકારીઓ સાથે બેઠક યોજી
રાજકોટ,તા.21 : કોવિડ-19 મહમારી રાજકોટમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતી જાય છે અને રોજ 20થી 30 દરદીનો ભોગ લેવાય છે. આ સમયે પ્લાઝમા થેરાપી કોરોના સામે એક વેક્સિન જેટલી કારગત નીવડી રહી છે. પરંતુ રાજકોટમાં કોરોનામૂક્ત થયેલા મોટાભાગના દરદીઓ પ્લાઝમા ડોનેટ કરવા આગળ આવતા નથી. જેના કારણે કોરોનાના ગંભીર દરદીઓના મૃત્યુ નિપજતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ સંજોગોમાં હવે રાજકોટ જિલ્લાના કોરોનામાંથી સાજા થયેલા તમામ તબીબો, પોલીસ અને સરકારી કર્મચારીઓને ફરજિયાત પ્લાઝમા ડોનેટ કરાવવામાં આવશે. આ માટે રાજકોટ જિલ્લા નોડલ ઓફિસરે તાકીદે એક બેઠક બોલાવી હતી.
રાજકોટ જિલ્લા અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયાએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમિત થઈને સાજા થઈને ફરજમાં જોડાઈ ગયેલા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, આઇએમએના તબિબો અને પોલીસ કર્મીઓને બોલાવાયા હતા. આ  તમામ પોતાના પ્લાઝમાનું દાન કરી કોરોના પોઝિટિવ અને અતિ ગંભીર સ્થિતિવાળા દર્દીઓને બચાવવા આગળ આવવા અપીલ કરાઈ હતી.
બેઠકમાં કોરોના નોડલ અધિકારી ડો.રાહુલ ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે, જેને કોરોનાને હરાવ્યો છે અને ર8 દિવસ પુર્ણ કર્યા છે તેમજ કોઇ બિમારી ધરાવતા નથી તેવી વ્યકિતઓ અન્ય કોરોનાગ્રસ્ત દરદીઓની મદદે આવી પોતાના પ્લાઝમાનું દાન કરી મહામારીના સમયમાં માનવતા બતાવે. ખાનગી લેબોરેટરી ધરાવતા તબિબો, આઇએમએના હોદ્દેદારોને પણ પોતાના સંપર્કવાળા કોરોનાને હરાવી સ્વસ્થ થયેલા તમામ લોકોને પ્લાઝમાં ડોનેટ કરવા સમજૂતી આપવા અનુરોધ કરાયો હતો. તેમજ સરકારી-અર્ધ સરકારી-ખાનગી સંસ્થાના લોકો પ્લાઝમા ડોનેટ કરવા આગળ આવે તેવી અપીલ કરી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત, માર્ગ અને મકાન, આઇ.એમ.એ., તમામ ખાનગી લેબોરેટરીના તબિબો, પોલીસ ખાતુ, તમામ સરકારી કચેરીના વડાઓને પ્લાઝમાની અછત દૂર કરવા સમજ આપી અપીલ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, કલેકટર કચેરીના 25થી વધુ અધિકારીઓ-નાયબ મામલતદારો-કારકુનો કેરેનાની ઝપટે ચડી ગયા હતા. જે પૈકીના મોટાભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ કોરોનાને મહાત આપી ફરજ પર હાજર થઇ ગયા છે. આ ઉપરાંત જિલ્લા કલેકટર સુશ્રી રેમ્યા મોહનની પણ તબિયત હવે એકદમ સ્વસ્થ હોવાનું જણાવાઈ
રહ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer