ચારૂસેટના વિદ્યાર્થીને એઁમેઝોન તરફથી વાર્ષિક 30 લાખનું પેકેજ

ચાંગા, તા.21: હાલમાં કોવિડ-19ની મહામારીએ સમગ્ર દુનિયાના અર્થતંત્રને ડામાડોળ કરી નાખ્યું છે જેની અસર મુખ્યત્વે રોજગાર ક્ષેત્રમાં જોવા મળી રહી છે. એક તરફ અનેક લોકો બેરોજગાર થયાં છે તો બીજી તરફ ઘણા લોકોના પગારમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જો કે ચાંગા સ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારૂસેટ)ના કેરિયર ડેવલપમેન્ટ અને પ્લેસમેન્ટ સેલની પ્રવૃત્તિઓ પર આ પરિસ્થિતિની જરા પણ અસર થઇ નથી. ચારૂસેટની ચંદુભાઇ એસ. પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના કોમ્પ્યુટર એન્જિનિયરીંગ ડીપાર્ટમેન્ટના વિદ્યાર્થી કૈવન શાહને એમેઝોન તરફથી વાર્ષિક રૂ.3 લાખનું પેકેજ ઓફર કરવામાં આવ્યું છે જ્યારે 157 વિદ્યાર્થીઓને પ્રત્યેકને વાર્ષિક લગભગ રૂ.5.50 લાખ સુધીનું પેકેજ ઓફર કરવામાં  આવ્યું છે.
આ વર્ષે વિવિધ કંપનીઓએ ચારૂસેટના વિદ્યાર્થીઓને નોકરીની આકર્ષક ઓફર આપવા માટે સંપર્ક કર્યો છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) ક્રેસ્ટ ડેટા સિસ્ટમ, મેડિટેબ સોફટવેર (ઇન્ડિયા) પ્રા.લી. કંપનીઓએ જોબ ઓફર કરી છે. કેળવણી મંડળ-ચારૂસેટના પ્રમુખ સુરેન્દ્રભાઇ પટેલ, સેક્રેટરી ડો.એમ.સી. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ ચારૂસેટના આઇટી સલાહકાર અશોક પટેલ વગેરેએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer