RCB તરફથી ડિ’વિલિયર્સ અને યુવા પડીક્કલની અર્ધસદી

RCB તરફથી ડિ’વિલિયર્સ અને યુવા પડીક્કલની અર્ધસદી
સનરાઇઝ હૈદરાબાદ સામે 164 રનનું વિજય લક્ષ્યાંક
અબુધાબી તા.21: આજના આઇપીએલના મેચમાં વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં પ વિકેટે 163 રન કરીને હરીફ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદને જીત માટે 164રનનું પડકારરૂપ લક્ષ્યાંક આપ્યું હતું. આરસીબી તરફથી 20 વર્ષીય નવોદિત ઓપનર દેવદત્ત પડીક્કલે અને એબી ડિ’વિલિયર્સે આક્રમક અર્ધ સદી ફટકારી હતી. ડિ’વિલિયર્સ 30 દડામાં 4 ચોકકા અને 2 છકકાથી પ1 રન કરીને આખરી ઓવરમાં રન આઉટ થયો હતો.
પડીક્કલ અને અનુભવી કાંગારૂ ઓપનર એરોન ફિંચ વચ્ચે પહેલી વિકેટમાં 66 દડામાં 90 રનની ભાગીદારી થઇ હતી. બન્ને 90 રનના કુલ સ્કોર પર આઉટ થયા હતા. પડીકકલે તેના પહેલા મેચમાં જ શાનદાર બેટિંગ કરીને 42 દડામાં 8 ચોકકાથી પ6 રન કર્યાં હતા. જયારે ફિંચે 27
દડામાં 2 છકકા અને 1 ચોકકાથી 29 રનનું યોગદાન આપ્યું  હતું. સુકાની વિરાટ કોહલી 14 રન કરીને નિષ્ફળ રહ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer