પ્રેમિકાને ધોકાવી દુષ્કર્મ આચરનાર પ્રેમી વિરુદ્ધ નોંધાતો ગુનો

સગાઈ થઈ જતા સંબંધ રાખવાનો ઈનકાર કરતા પરિવારને મારી નાખવાની ધમકી આપી
રાજકોટ, તા.ર0: કાલાવડ રોડ પરના વિસ્તારમાં રહેતી યુવતીને કાલાવડ રોડ પરના ભીમનગરમાં રહેતા મુકેશ કાંતીલાલ મકવાણા નામના શખસ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને બાદમાં યુવતીની સગાઈ અન્ય યુવાન સાથે થઈ જતા પ્રેમિકાએ તેના પ્રેમી મુકેશ મકવાણા સાથે સંબંધો તોડી નાખતા મુકેશ મકવાણા ઉશ્કેરાયો હતો અને પ્રેમિકાને જો તેની સાથે સંબંધ નહી રાખે તો દવા પી આપઘાત કરી લેવાની ધમકી આપી હતી અને કાલાવડ રોડ પર મળવા બોલાવીં હતી.
આથી પ્રેમિકા પ્રેમી મુકેશ મકવાણાના ઘેર મળવા ગઈ હતી ત્યારે મુકેશ મકવાણાએ પ્રેમીકા પર પાઈપથી હુમલો કર્યો હતો અને બાદમાં દુષ્કર્મ આચરી તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી નાસી છુટયો હતો. જયારે ઘવાયેલી પ્રેમિકાને હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ અંગે પોલીસે યુવતીની ફરિયાદ પરથી મુકેશ કાંતી મકવાણા વિરુધ્ધ દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer