શ્રીજી ગૌશાળાને રૂા.51,000નું દાન

શ્રીજી ગૌશાળાને રૂા.51,000નું દાન
કોરોના મહામારી અને લોકડાઉનના સમયે પણ સતત ગૌસેવાની પ્રવૃત્તિ ચાલુ રાખનાર શ્રીજી ગૌશાળાને આ સેવાયજ્ઞ સતત અને સારી રીતે ચાલુ રહે તે માટે અર્પણ ફાઉન્ડેશનના નગીનંચદ્ર જગડા (નગીનદાદા) અને પ્રફુલભાઈ ગોસ્વામી દ્વારા રૂ.51000નું માતબર દાન સંચાલક રમેશભાઈ ઠક્કર અને પ્રભુદાસભાઈ તન્નાને અર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે ભારત વિકાસ પરિષદના વિભાગીય મંત્રી જેઠસુરભાઈ ગુજરીયા, ભારત વિકાસ પરિષદ આનંદનગર શાખાના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer