રાજ્યમાં કોરોનાના નવા 1407 કેસ, 17 મૃત્યુ અને 1204 ડિસ્ચાર્જ થયા

રાજ્યમાં કોરોનાના નવા 1407 કેસ,  17 મૃત્યુ અને 1204 ડિસ્ચાર્જ થયા
કુલ કેસ 1.23 લાખને પાર: એક્ટિવ કેસ 16240
અમદાવાદ, તા.20: દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આજે તો ડબલ્યુએચઓ દ્વારા ગંભીર ચેતવણી પણ ભારત માટે આપવામાં આવી છે. પરંતુ દેશ સહિત રાજ્યના શાસકો એમની મસ્તીમાં મસ્ત છે. કોરોનાથી હજારો લોકોના મૃત્યુ થયા છે છતાં બેફિકરી પ્રજા કોરોનાને હજુ પણ ગંભીરતાથી લેતી નથી. ગુજરાતમાં કોરોનાના નવા 1407 કેસ નોંધાતા કુલ કેસનો આંક 1.23 લાખ પર અર્થાત, 1,23,337 પર પહોંચ્યો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 17 દર્દીના મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક 3322 પર પહોંચ્યો છે. બીજીબાજુ ગુજરાતમાં આજે 1204 દર્દીઓ કોરોનાને મહાત આપવામાં સફળ થતા ડિસ્ચાર્જનો આંક 103775 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં ડાંગ સિવાયના 32 જિલ્લામાં 1407 કેસ નોંધાયા છે. જેમાં સુરતમાં 283, અમદાવાદમાં 183,રાજકોટમાં 164, વડોદરામાં 140, જામનગરમાં 129, ભાવનગરમાં 50, ગાંધીનગરમાં 45 તેમજ અન્ય જિલ્લાઓમાં 40થી ઓછા કેસ નોંધાયા હતા. જ્યારે સુરતમાં 5, અમદાવાદમાં 4, ગાંધીનગરમાં અને ભાવનગરમાં 3-3, જૂનાગઢ અને રાજકોટમાં 1-1 મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 3800469 લેબોરેટરી ટેસ્ટ થયા છે. હાલની પરિસ્થિતિએ 16240 એક્ટિવ કેસ છે જેમાં 92 વેન્ટિલેટર પર અને 16148 સ્ટેબલ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer