નિદ્રાધીન પતિ પર હુમલો કરી પત્નીએ કૂવામાં ઝંપલાવ્યું !

ગ્રામજનોએ મહિલાને બચાવી લીધી: ઈજાગ્રસ્ત સારવાર હેઠળ
 
વઢવાણ, તા.20: (ફૂલછાબ ન્યૂઝ) સાયલા તાલુકાના ચોરવીરા ગામે પતિ સાથેના અણબનાવથી કંટાળેલી પત્નીએ કોદાળીથી હુમલો કરી, પતિને લોહીલૂહાણ કર્યા બાદ કૂવામાં ઝંપલાવી દીધુ હતું. પણ ગ્રામજનોની સજાગતાથી મહિલાને બચાવી લેવાઈ છે. ઈજાગ્રસ્તને સારવાર માટે દવાખાને ખસેડાયા છે. પોલીસે મહિલા સામે ગૂનો નોંધ્યો છે.
ચોરવીરાના હમીરભાઈ રણછોડભાઈ ઝાંપડીયા ગઈકાલે તેમના ઘરે સૂતા હતાં ત્યારે પત્ની રાધાબેને તેમના પર કોદાળીથી હુમલો કરી લોહીલૂહાણ કરી દીધા હતાં. પાપનો પસ્તાવો થતાં રાધાએ ગામના કૂવામાં ઝંપલાવ્યું હતું. પણ ગ્રામજનો જોઈ જતાં બચાવી લેવાઈ હતી. પોલીસે ઈજાગ્રસ્ત હમીરભાઈની ફરીયાદ પરથી હુમલાખોર પત્ની રાધા સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ખેડૂતની આત્મહત્યા : સાયલાના ઢેઢૂકી ગામના ખેડૂત પ્રતાપભાઈ વેગડ(ઉ.35)એ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને જીવન ટૂંકાવી નાખ્યુ હતું. પોલીસે પ્રતાપભાઈના પગલાની તપાસ શરૂ કરી છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer