મુંબઈ ઇન્ડિયન્સની સતત આઠમીવાર પહેલા મેચમાં હાર

મુંબઈ ઇન્ડિયન્સની સતત આઠમીવાર પહેલા મેચમાં હાર
અબુધાબી, તા.20: આઇપીએલ ઇતિહાસની સૌથી સફળ ગણાતી અને ચાર વખતે ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સતત આઠમી સિઝનમાં પહેલા મેચમાં હારી છે. આઇપીએલની 13મી સિઝનનો પહેલો મેચ મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાયો હતો. જેમાં ચેન્નાઈનો આખરી ઓવરમાં રોમાંચક વિજય નોંધાયો હતો. આ સાથે જ મુંબઈની ટીમ આઇપીએલના તેના પહેલા મેચમાં સતત આઠમી વખત હારી છે.
આ સિલસિલો 2013થી શરૂ થયો છે અને 2020માં પણ અટક્યો નથી. 2013માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ ઇન્ડિયન્સને બે રને હાર આપી હતી. 2014માં કોલકતાએ 41 રને હાર આપી હતી. 201પમાં પણ મુંબઈને કોલકતાના હાથે સાત વિકેટે હાર મળી હતી. 2016માં પૂણે સુપર જાયન્ટ્સે મુંબઈને 9 વિકેટ પરાજિત કરી હતી. 2017માં પણ આ જ ટીમ સામે રોહિતની ટીમ 7 વિકેટે હારી હતી. 2018માં ચેન્નાઈએ આઇપીએલમાં વાપસી કરી હતી અને મુંબઈને ઉદ્ઘાટન મેચમાં 1 વિકેટે હાર આપી હતી. 2019માં મુંબઈ તેના પહેલા મેચમાં દિલ્હી કેપિટલ્સે 37 રને હાર આપી હતી અને હવે 2020માં મુંબઈને પહેલા મેચમાં ચેન્નાઈએ પ વિકેટે હારનો સ્વાદ ચખાડયો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer