માંજરેકરની ફરી વિવાદી ટિપ્પણી રાયડુ - ચાવલા લો પ્રોફાઇલ ક્રિકેટર

માંજરેકરની ફરી વિવાદી ટિપ્પણી રાયડુ - ચાવલા લો પ્રોફાઇલ ક્રિકેટર
નવી દિલ્હી, તા.20: પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકર ફરી વિવાદમાં ઘેરાયો છે. તેણે સોશિયલ મીડિયા પર અંબાતિ રાયડુ અને પીયૂષ ચાવલાને લો પ્રોફાઇલ ક્રિકેટર બતાવ્યા છે. આઇપીએલના પહેલા મેચમાં રાયડુએ ચેન્નાઈ માટે 71 રનની મેચ વિજયી ઇનિંગ રમી હતી. આથી તે મેન ઓફ ધ મેચ બન્યો હતો જ્યારે ચાવલાએ શાનદાર સ્પિન બોલિંગ કરીને ચાર ઓવરમાં 21 રન આપીને 1 વિકેટ લીધી હતી.
બન્નેના આ દેખાવ બાદ માંજરેકરે ટ્વિટ કર્યું કે રાયડુ અને ચાવલા જેવા લો પ્રોફાઇલ ક્રિકેટરથી હું ઘણો ખુશ છું. બન્ને સીએસકે માટે મહત્ત્વના ખેલાડી છે. માંજરેકરની આ ટિપ્પણી પણ કેટલાક ચાહકોએ કહ્યંy છે કે આપ કઈ રીતે કહી શકો કે ચાવલા અને રાયડુ લો પ્રોફાઇલ છે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ગત વર્લ્ડ કપ દરમિયાન સંજય માંજરેકરે રવીન્દ્ર જાડેજા વિશે કહ્યંy હતું કે આ ખેલાડી ટૂકડા ટૂકડામાં દેખાવ કરીને ટીમમાં ટકી રહે છે. જે મને પસંદ નથી. સતત વિવાદી ટિપ્પણીઓને લીધે માંજરેકરને આ વખતે આઇપીએલની કોમેન્ટ્રી પેનલમાં સ્થાન મળ્યું નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer