કોવિડ હોસ્પિટલની નર્સ બહેનો મધર ટેરેસા બની સારવાર કરે છે

કોવિડ હોસ્પિટલની નર્સ બહેનો મધર ટેરેસા બની સારવાર કરે છે
રાજકોટ : હજુ થોડા સમય પહેલાની આ ઘટના છે. રાજકોટમાં રહેતાં જૈન પરિવારનાં 8 વર્ષના લાડકવાયા દીકરા હર્ષને કોરોના પોઝીટીવ આવ્યો. તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. સિવિલ હોસ્પિટલનાં આરોગ્યકર્મીઓ દ્વારા હર્ષની કરવામાં આવેલ સ્નેહસભર સારવારને ગળગળા સ્વરે વર્ણાવતા હર્ષના માતા કહે છે કે, મે જોયું છે કે, સિવિલનાં નર્સ બહેન સાક્ષાત મધર ટેરેસા બનીને મારા હર્ષનું ધ્યાન રાખી રહ્યાં છે. કોરોનાથી સંક્રમીત થયેલ મારો 8 વર્ષીય હર્ષ પણ નર્સ બહેન દ્વારા મળતી હૂંફથી ઝડપથી સાજો થઈ રહ્યો હતો. એક મા તરીકેની સંપૂર્ણ જવાબદારી તેઓ નિભાવી રહ્યા હતાં. કોરોનાની સામાન્ય અસર મને પણ હતી એટલે હર્ષના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે મારે થોડૂં અંતર જાળવવું પડતું હતું. પરંતુ કોઈ પણ પ્રકારનાં અણગમા કે ડર રાખ્યા વગર પીપીઈ કીટ પહેરીને ફરજ નિભાવતા નર્સ બહેનના વ્હાલના દરિયાએ મને તરબોળ કરી દીધી હતી.
રાજકોટ કોવીડ-19 હોસ્પિટલમાં પરિવારને મળેલી ઉત્તમોતમ સારવાર અંગે પોતાનો પ્રતિભાવ આપતાં વિરાજબેનએ કહ્યું હતું કે, કોરોનાથી સંક્રમિત બાળકોને અલગ રૂમમાં સારવાર આપવામાં આવે છે. દિવસમાં બે કે ત્રણ વાર બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવતી હતી. સ્ટાફ દ્વારા હું હર્ષની આસપાસ રહી શકું તેવી સગવડતાં કરી આપી હતી. પાંચ દિવસ કોવીડ હોસ્પિટલમાંથી સારવાર લીધા બાદ સમરસ હોસ્ટેલમાં રિફર કરવામાં આવ્યા ત્યાં પણ ખુબ સારો અનુભવ રહ્યો છે. રાજ્ય સરકાર અનેકવિધ કામો કરી રહી છે. ત્યારે આપણા સૌની ફરજ ચે કે, કોરોનાથી બચવાની માર્ગદર્શિકાનું આપણે પાલન કરીએ આજે આ પરિવાર કોરોના મુકત બની પોતાના ઘરમાં આનંદથી જીવન વ્યતિત કરી રહ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer