સોશિયલ ડીસ્ટન્સના ભંગ બદલ ડી-માર્ટને રૂ. 25 હજારનો દંડ

સોશિયલ ડીસ્ટન્સના ભંગ બદલ ડી-માર્ટને રૂ. 25 હજારનો દંડ
47 લોકો પાસેથી માસ્ક નહીં પહેરતા રૂા. 47 હજારની વસૂલાત
રાજકોટ, તા. 18: હાલ રાજકોટ શહેર કોરોનાના સકંજામાં સપડાયું છે ત્યારે માસ્ક વિના નીકળતા અને સામાજિક અંતરનો ભંગ કરતા લોકોને દંડવાની કાર્યવાહી મનપા દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં આજે કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલની અંદરના ડી-માર્ટમાં સામાજિક અંતરનો ભંગ થતો હોવાથી રૂા. 25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે અને માસ્ક વિના બહાર નીકળેલા 47 લોકો પાસેથી રૂા. 47 હજારની વસૂલાત કરવામાં આવી છે.
સરકાર દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાના ધંધા-વેપાર ચાલુ કરવા માટેની છૂટ આપવામાં આવેલ છે જેમાં લોકોએ સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. જેથી સોશિયલ ડીસ્ટન્સનો ભંગ અને માસ્ક વિના નીકળતા લોકો અને ધંધાર્થીઓ સામે મનપાએ દંડ વસૂલવાની કાર્યવાહી હાથ
ધરી છે. 
જેમાં સોશિયલ ડીસ્ટન્સના  ભંગ બદલ ચા-પાનની હોટલને દંડ અને સીલ કરવા સહિતના પગલા મનપાએ લીધે છે તેમજ માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો સામે દંડ વસૂલાતની કામગીરી ચાલુ કરવામાં આવી છે.
દરમિયાન આજે કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલમાં આવેલા ડી-માર્ટમાં સોશિયલ ડીસ્ટન્સનો ભંગ કરવા બદલ રૂા. 25 હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો તેમજ જ્યુબેલી, પરાબજાર, હોસ્પિટલ ચોક, પારેવડી ચોક, મોચી બજાર, ફૂલ માર્કેટ વગેરે સ્થળોએ માસ્ક વિના બહાર નીકળેલા 47 લોકો પાસેથી રૂા. 47 હજારનો દંડ વસૂલાયો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer