સૌરાષ્ટ્રમાં 481 કોરોનામુક્ત, નવા 257 સંક્રમિત

સૌરાષ્ટ્રમાં 481 કોરોનામુક્ત, નવા 257 સંક્રમિત
જૂનાગઢમાં 37, ભાવનગરમાં 36, મોરબીમાં 30, અમરેલીમાં 26 અન્ય જિલ્લાઓમાં 20થી ઓછા કેસ
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા.18 : સૌરાષ્ટ્રમાં મહામારીએ કહેર વર્તાવાનું યથાવત્ત રાખતા પાછલા ચોવિસ કલાકમાં નવા 257 કેસ નોંધાયા હતા. જ્યારે રાજકોટમાં 25, જામનગરમાં 10 દરદીનો કોરોનાએ ભોગ લીધો હતો. જો કે, આજે 10 જિલ્લામાંથી 481 દરદી કોરોનામુક્ત થયા હતા. આજે રાજકોટમાં 144 કેસ અને 210 ડિસ્ચાર્જ દરદી તો જામનગરમાં 129 કેસ અને 116 દરદી સાજા થયા હતા. જ્યારે જૂનાગઢમાં 37, ભાવનગરમાં 36, મોરબીમાં 30, અમરેલીમાં 26 તેમજ અન્ય જિલ્લાઓમાં 20થી ઓછા કેસ સામે આવ્યા હતા.
રાજકોટ શહેરમાં 41 અને 57 એમ બે તબક્કામાં થઈને આજે કુલ 98 કોરોના પોઝિટિવ કેસ જાહેર થયા હતા. આ સાથે શહેરનો કુલ પોઝિટિવ આંક 4928 થયો હતો. જેમાંથી આજે 156 દરદી કોરોના મુક્ત થયા હતા. અત્યારે શહેરના 1077 દરદી સારવારમાં છે. બીજી તરફ જિલ્લાના ધોરાજીમાં 26, જામકંડોરણા, ગોંડલ સહિતના તાલુકાઓમાંથી નવા 46 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 2408 થયો હતો. જેમાંથી આજે 54 ડિસ્ચાર્જ થતા અત્યારે 572 દરદી સારવારમાં છે. આ સાથે ગોંડલ એસટી ડેપોમાં 253 કર્મચારીના ટેસ્ટ કરાતા 9 પોઝિટિવ આવ્યા હતા. બીજી તરફ જિલ્લામાં આજે 25 દરદીને કોરોના ભરખી ગયો હતો.
જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા પૈકીના 10 દરદીએ અંતિમ શ્વાસ લીધો હતો. બીજી તરફ શહેરના 104 અને ગ્રામ્યના 25 મળીને જિલ્લામાં નવા 129 કેસ નોંધાયા હતા. જ્યારે આજે વધુ 116 દરદી સાજા થતા અત્યારે 266 એક્ટિવ કેસ છે.
જૂનાગઢ શહેરમાં 21 અને તાલુકાઓમાં 16 મળીને નવા 37 કેસ નોંધાયા હતા અને 24 દરદી કોરોનામુક્ત થયા હતા. ભાવનગર જિલ્લામાં નવા 36 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 3694 થયો હતો. જે પૈકીના આજે વધુ 50 દરદી  ડિસ્ચાર્જ થતા અત્યારે 407 એક્ટિવ કેસ છે.
મોરબી જિલ્લામાં નવા 30 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 1436 થયો હતો. જેમાંથી આજે વધુ 21 દરદી કોરોનામુક્ત થતા હાલ 261 એક્ટિવ કેસ છે. અમરેલી જિલ્લામાં નવા 26 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 1750 થયો હતો. જ્યારે 18 ડિસ્ચાર્જ થતા અત્યારે 258 દરદી સારવારમાં છે.
ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ સહિતના તાલુકાઓમાંથી નવા 14 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 1291 થયો હતો. જેમાંથી વધુ 8 દરદી સાજા થયા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા સહિતના તાલુકાઓમાંથી નવા 11 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 662 થયો હતો. જેમાંથી આજે વધુ 13 દરદી ડિસ્ચાર્જ થયા હતા.
બોટાદ શહેર-જિલ્લામાં નવા 10 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 655 થયો હતો. જેમાંથી આજે વધુ 13 દરદી કોરોનામુક્ત થતા હાલ 98 એક્ટિવ કેસ છે. પોરબંદર જિલ્લામાં 24 કલાકમાં 7 કેસ નોંધાયા હતા અને અત્યારે 57 એક્ટિવ કેસ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં નવા 13 કેસ નોંધાયા હતા.
----------
ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઇ પટેલ કોરોનાગ્રસ્ત
અમદાવાદ, તા.18: પૂર્વ મુખ્ય મંત્રી અને ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઇ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની સાથે તેમના કેરટેકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેશુભાઇ પટેલ હોમ કવોરેન્ટાઇન થયા છે અને ગાંધીનગર ખાતે તેમના નિવાસસ્થાને ડોકટરી સારવાર લઇ રહ્યાં છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કેશુબાપાના પુત્ર સાથે ટેલિફોનિક વાત કરી હતી અને સારવારમાં કોઇ કચાસ નહીં રહે એવી ખાતરી આપી હતી. કેટલાક દિવસથી કેશુબાપાની તબિયત નાદુરસ્ત હતી. તેમના કેરટેકર શીતલ પંડયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે, ત્યાર બાદ તાત્કાલિક ધોરણે કેશુબાપાએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવતાં તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પણ આરોગ્ય વિભાગને ધ્યાન રાખવા માટે સૂચના આપી છે.  રાજ્યમાં રાજકીય રીતે જોઇએ તો, અત્યાર સુધીમાં 15 ધારાસભ્ય, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ કેન્દ્રીય તંત્રી ભરતસિંહ સોલંકી, રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિત 21 નેતા કોરોનાગ્રસ્ત થઇ ચૂકયા છે.
 
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer