વિશ્વમાં કોરોના કેસનો આંક 3,00,00,000

વિશ્વમાં કોરોના કેસનો આંક 3,00,00,000
-અમેરિકા, ભારત અને બ્રાઝિલમાં અડધાથી વધારે કેસ : દેશમાં સંક્રમણના 52 લાખથી વધારે કેસ : 11 દિવસથી દરરોજ 70 હજારથી વધારે દૈનિક રિકવરી નોંધાતી હોવાનો દાવો
 
નવી દિલ્હી, તા. 18 : કોરોના વાયરસ મહામારીને રોકવા માટે દુનિયાના તમામ દેશો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ નવા કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે દુનિયામાં કોરોના સંક્રમણનો કુલ આંક 3 કરોડને પાર પહોંચી ગયો છે. 3 કરોડમાંથી અડધાથી ઉપર કેસ અમેરિકા, ભારત અને બ્રાઝિલના છે. જ્યારે દુનિયામાં કુલ મૃત્યુઆંક 9.50 લાખથી ઉપર થયો છે.  તેમજ 2.20 કરોડથી વધારે લોકો રિકવર થઈ ચુક્યા છે. ભારતની વાત કરવામાં આવે તો દેશમાં કુલ કેસ 52 લાખને પાર થયા છે. તેમજ 41.25 લાખ લોકો રિકવર થયા છે. જ્યારે 84 હજાર લોકો મૃત્યુ પામ્યા છે. મંત્રાલયના કહેવા પ્રમાણે દેશ છેલ્લા 11 દિવસથી સતત 70000થી વધારે દૈનિક રિકવરી રિપોર્ટ કરી રહ્યું છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે દેશના પાંચ રાજ્યોમાં સૌથી વધારે સક્રિય કેસ છે. જેમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ છે. આ રાજ્યમાં સૌથી વધારે રિકવરી પણ થઈ છે. કહેવામાં આવ્યું છે કે છેલ્લા 24 કલાકના સમયગાળામાં વિક્રમી 87472 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને આ  સાથે દેશમાં કોરોનાથી રિકવર થનારા લોકોની સંખ્યા 4125742 થઈ છે. તેનાથી રિકવરી રેટ 78.86 ટકા સુધી પહોંચ્યો છે અને મૃત્યુદર ઘટીને 1.63 ટકા થયો છે.
મંત્રાલયના કહેવા પ્રમાણે દેશ છેલ્લા 11 દિવસથી સતત 70000થી વધારે દૈનિક રિકવરી રિપોર્ટ કરી રહ્યું છે. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડે, કર્ણાટક અને ઉત્તર પ્રદેશથી 59.8 ટકા સક્રિય  મામલા સામે આવ્યા છે. આ રાજ્યોનો કુલ રિકવરી દર પણ 59.3 ટકા છે.  મહારાષ્ટ્રમા નવો રિકવરી દર 22.31 ટકા, આંધ્રપ્રદેશમાં 12.24 ટકા, કર્ણાટકમાં 8.3 ટકા, તમિલનાડુમાં 6.31 ટકા અનજે છત્તીસગઢમાં 6 ટકા નોંધાયો છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે જારી કરેલા આંકડા પ્રમાણે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 96,424 નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન 1174 મૃત્યુ થયા છે. દેશમાં સક્રિય મામલાની વાત કરવામાં આવે તો આ આંકડો 10 લાખને પાર થયો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer