રોહિત શર્મા ઓપનરની ભૂમિકામાં: અટકળોનો અંત

રોહિત શર્મા ઓપનરની ભૂમિકામાં: અટકળોનો અંત
અબુધાબી, તા.18: વર્તમાન વિજેતા મુંબઈ ઇન્ડિયન્સનું રોહિત શર્મા પાંચમીવાર સુકાન સંભાળશે. રોહિત ક્યા નંબર પર બેટિંગ કરશે તેની સતત ચર્ચા હતી. રોહિત ટીમ ઇન્ડિયાના ત્રણેય ફોર્મેટમાં હાલ ઓપનિંગ કરી રહ્યો છે. જ્યારે આઇપીએલમાં તે 3 કે 4 નંબર પર બેટિંગ કરતો જોવા મળે છે. ઓપનિંગમાં તે બહુ ઓછા મોકા પર દાવ લેવા આવ્યો છે. હવે તેણે આજે સ્પષ્ટ કર્યું છે કે હું અને કિવંટન ડિ’ કોક દાવનો પ્રારંભ કરશું. મુંબઇની ટીમમાં અન્ય એક વિદેશી ઓપનર ઓસ્ટ્રેલિયાનો ક્રિસ લિન છે. જે કોલકતાની ટીમમાંથી મુંબઇની ટીમમાં સામેલ થયો છે. જો કે મુંબઇ ઇન્ડિયન્સની ટીમના હેડ કોચ માહેલા જયવર્ધને કહ્યંy છે કે યુએઇમાં અમે રોહિત અને ડિકોકને દાવનો પ્રારંભ કરવા ઉતારશું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer